For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ગેહલોતની લીક નોટ પર ભાજપે ઉઠાવ્યા સવાલ - 'અશોક ગેહલોતની 'લીક નોટ' પર લખેલ આ SP કોણ છે?'

હવે ભાજપે અશોક ગેહલોતની લીક નોટ પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યુ છે કે નોટ્સમાં આખરે કયા SPનો ઉલ્લેખ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર નીકળી ગયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે બે દિવસ પહેલા મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમના હાથમાં એક નોટ પેપર હતુ જેના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા. અશોક ગેહલોત આ સિક્રેટ નોટને લઈને ગુરુવારે સોનિયા ગાંધીને મળવા પોતાની કારમાંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન આ નોટ લીક થઈ ગઈ. હવે ભાજપે અશોક ગેહલોતની લીક નોટ પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યુ છે કે નોટ્સમાં આખરે કયા SPનો ઉલ્લેખ છે. ભાજપે પૂછ્યુ - આ 'એસપી' કોણ છે?

gehlot

શુક્રવારે વાયરલ થયેલા ફોટાના સ્ક્રીનશૉટને શેર કરીને ભાજપ પ્રવકતા શહજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યુ, 'SP પાર્ટી છોડશે...' અશોક ગેહલોતની 'લીક નોટ'માં કયા એસપીનો ઉલ્લેખ છે, આ એસપી કોણ છે?... તમે પહેલા કોંગ્રેસ જોડો, ભારત તો જોડાયેલુ જ છે જી....' ભાજપ પ્રવકતા શહજાદ પૂનાવાલાએ જે સ્ક્રીનશૉટ શેર કર્યો છે તેમાં લખ્યુ છે, 'SP will leave party'(એટલે કે એસપી પાર્ટી છોડશે)

આ SP કોણ છે, જાણો અહીં

સોશિયલ મીડિયા પર લોકોનુ કહેવુ છે કે ગેહલોત પોતાની નોટમાં એસપી એટલે કે સચિન પાયલટની વાત કરી રહ્યા છે. મલયાલમ મનોરમાના મુખ્ય ફોટોગ્રાફર સુરેશે અશોક ગેહલોતની આ નોટનો ફોટો લીધો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે અશોક ગેહલોત કદાચ સચિન પાયલ સામે ફરિયાદ કરી રહ્યા છે.

મનોરમાએ દાવો કર્યો કે આ સરળતાથી સમજી શકાય એમ છે કે અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે પોતાની મુલાકાત પહેલા અમુક પોઈન્ટ્સ લખી રાખ્યા હતા. એ પોઈન્ટ્સ છે - અશોક ગેહલોતને સચિન પાયલટના 18 સમર્થકોના મુકાબલે 102 ધારાસભ્યોનુ સમર્થન છે. રિપોર્ટમાં કેહવામાં આવ્યુ છે, 'ભાજપે 10થી 50 કરોડની રજૂઆત કરીને ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી હતી.'

અશોક ગેહલોત અને સોનિયા ગાંધી વચ્ચે ગુરુવાર(29 સપ્ટેમ્બર)ના રોજ રાજસ્થાન સંકટ વચ્ચે બેઠક થઈ હતી. આ પહેલા સીએમ અશોક ગેહલોતે ઘોષણા કરી કે તે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ચૂંટણી નહિ લડે. પાર્ટીના એક વ્યક્તિના જણાવ્યા મુજબ ગેહલોતના વફાદાર ધારાસભ્યોએ રવિવારે હાઈ કમાન્ડ પર સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી નહિ બનાવવા માટે દબાણ કરવાની કોશિશમાં બળવો કર્યો હતો.

English summary
Who is that SP in Ashok Gehlot leaked note ask BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X