For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણો કયા રાજ્યના CM પાસે કેટલી સંપતિ

આ અહેવાલમાં આપણે દરેક રાજ્યના મુખ્યમંત્રીની સંપતિ વિશે જાણીશું. જેમાં કુલ 30 રાજ્યો ના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2022 કુલ 7 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણીપૂર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ સિવાય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલાયા નથી. પંજાબમાં કોંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસે સરકાર બનાવી છે.

richest Chief Minister

વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીર સિવાય દેશના અન્ય તમામ રાજ્યોમાં મુખ્યમંત્રીઓ છે. આજે આપણે મુખ્યમંત્રીઓની સંપત્તિનું મૂલ્યાંકન વિશે જાણીશું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસઆર જગનમોહન રેડ્ડી આ યાદીમાં સૌથી અમીર મુખ્યમંત્રી છે. જગનમોહન રેડ્ડીની કુલ સંપત્તિ 510 કરોડ રૂપિયા છે.

richest Chief Minister

આ સાથે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ યાદીમાં સૌથી નીચે છે. મમતા બેનર્જી પાસે 16.72 લાખ રૂપિયાની સંપત્તિ છે. આપણે આ અહેવાલમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ સહિત દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે રહેલી સંપત્તિ વિશે જાણીશું?

કયા રાજ્યના મુખ્યમંત્રી પાસે કેટલી મિલકત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી - વાયએસ જગનમોહન રેડ્ડી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી - વાયએસ જગનમોહન રેડ્ડી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડથી વધુની સંપત્તિ છે. રેડ્ડીએ 2019માં ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંઆ વાતનો ઉલ્લેખ કર્યો છે.

આ મુજબ રેડ્ડીની કુલ જંગમ સંપત્તિ 443 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 66 કરોડ રૂપિયા છે. રેડ્ડી પાસે ચારલક્ઝરી વાહનો છે. જેમાં BMW અને Scorpio નો સમાવેશ થાય છે. આ સિવાય 9.85 કરોડની કિંમતના હીરા અને સોનાના ઘરેણા છે.રેડ્ડી YSR કોંગ્રેસના અધ્યક્ષ છે.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી - પેમા ખાંડુ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી - પેમા ખાંડુ

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુની કુલ સંપત્તિ 163 કરોડથી વધુ છે. તેમણે 2019માં ચૂંટણી પંચ સમક્ષ આપેલા સોગંદનામામાં આઅંગે માહિતી આપી છે.

ખાંડુ પાસે કુલ 143 કરોડ રૂપિયાની જંગમ અને 19.62 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. ખાંડુના નામે કુલ 12વાહનો છે, જેની કિંમત 1.58 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતના ઘરેણા પણ છે. પેમા ખાંડુ ભાજપના નેતાછે.

ઓડિશાના મુખ્યમંત્રી - નવીન પટનાયક

ઓડિશાના મુખ્યમંત્રી - નવીન પટનાયક

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની કુલ સંપત્તિ 63.87 કરોડથી વધુ છે. પટનાયકે પોતાના ચૂંટણી એફિડેવિટમાં આ જાણકારી આપીછે. જે મુજબ પટનાયક પાસે કુલ 23 લાખ રૂપિયાની જંગમ અને 63 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. પટનાયક બીજુ જનતા દળના નેતાછે.

પોંડિચેરીના મુખ્યમંત્રી - એન રંગસામી

પોંડિચેરીના મુખ્યમંત્રી - એન રંગસામી

પોંડિચેરીના મુખ્યમંત્રી એન રંગસામીની કુલ સંપત્તિ 38.39 કરોડથી વધુ છે. ચૂંટણી પંચ સમક્ષ આપેલા સોગંદનામામાં આ અંગે માહિતીઆપી છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી - નેફિયુ રિયો

નાગાલેન્ડના મુખ્યમંત્રી - નેફિયુ રિયો

ચૂંટણી પંચ સમક્ષ આપેલા સોગંદનામા મુજબ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોની કુલ સંપત્તિ 36.41 કરોડથી વધુ છે.

તેલંગાણાના મુખ્યપ્રધાન - કે ચંદ્રશેખર રાવ

તેલંગાણાના મુખ્યપ્રધાન - કે ચંદ્રશેખર રાવ

તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની કુલ સંપત્તિ 23.55 કરોડ રૂપિયા છે. તેમાંથી તેમની પાસે 11.35 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિઅને 12.20 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. ચંદ્રશેખર રાવ TRSના નેતા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી - ભૂપેશ કુમાર બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી - ભૂપેશ કુમાર બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ કુમાર બઘેલની કુલ સંપત્તિ 23.05 કરોડ રૂપિયા છે. તેમાંથી તેમની પાસે 1.46 કરોડ રૂપિયાની જંગમ અને21.58 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. બઘેલના નામે ચાર વાહનો છે, જ્યારે 15 લાખની કિંમતના દાગીના પણ છે. બઘેલ કોંગ્રેસનાવરિષ્ઠ નેતા છે.

આસામના મુખ્યમંત્રી - હિમંતા બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી - હિમંતા બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પાસે કુલ 17.27 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સરમાએ 2021માં ચૂંટણી પંચને આ માહિતી આપીછે. આ મુજબ સરમા પાસે 12.97 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 4.30 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. સરમા ભાજપના નેતા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી - એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી - એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની કુલ સંપત્તિ 11.56 કરોડ રૂપિયા છે. શિંદેએ તેમના ચૂંટણી એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમનીપાસે 2.10 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે અને 9.45 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. શિંદે બાલાસાહેબચી શિવસેનાના નેતા છે.

ગોવાના મુખ્યમંત્રી - પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી - પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પાસે કુલ 9.37 કરોડથી વધુની સંપત્તિ તેમના નામે નોંધાયેલી છે. આંકડાઓ પર નજર કરીએ તો તેમાં

રૂપિયા 5.01 કરોડથી વધુની જંગમ સંપત્તિ અને રૂપિયા 4.38 કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. સાવંતના નામે ચાર વાહનો છે

અને 26 લાખથી વધુની કિંમતના ઘરેણાં છે. પ્રમોદ ભાજપના નેતા છે.

ત્રિપુરાના મુખ્યમંત્રી - માણિક સાહા

ત્રિપુરાના મુખ્યમંત્રી - માણિક સાહા

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા પાસે કુલ 8.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 1.17 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 7.80કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. સાહા ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

કર્ણાટકના મુખ્યમંત્રી - બસવરાજ બોમાઈ

કર્ણાટકના મુખ્યમંત્રી - બસવરાજ બોમાઈ

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની કુલ સંપત્તિ 8.92 કરોડથી વધુ છે. બોમાઈ પાસે રૂપિયા 3.65 કરોડની જંગમ અને રૂપિયા 5.26કરોડની સ્થાવર મિલકતો છે. કર્ણાટકના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

તમિલનાડુના મુખ્યમંત્રી - એમકે સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી - એમકે સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની કુલ સંપત્તિ 8.88 કરોડ રૂપિયા છે. સ્ટાલિને તેમના ચૂંટણી એફિડેવિટમાં જાહેર કર્યું છે કે, તેમનીપાસે કુલ 5.25 કરોડ રૂપિયાની જંગમ અને 3.63 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. સ્ટાલિન ડીએમકેના નેતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી - ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી - ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કુલ સંપત્તિ 8.22 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાંથી તેમની પાસે 3.63 કરોડ રૂપિયાની જંગમ અને4.59 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. ભૂપેન્દ્ર પટેલ ભાજપના નેતા છે.

ઝારખંડના મુખ્યમંત્રી - હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી - હેમંત સોરેન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે 8.21 કરોડથી વધુની સંપત્તિ છે. માત્ર 12 ધોરણ પાસ હેમંત પાસે 2.48 કરોડથી વધુની જંગમસંપત્તિ અને 6.03 કરોડથી વધુની સ્થાવર સંપત્તિ છે. સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી - સુખવિંદર સિંહ સુક્ખુ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી - સુખવિંદર સિંહ સુક્ખુ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુની કુલ સંપત્તિ 7.81 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાં 57.22 લાખ રૂપિયાની જંગમ સંપત્તિઅને 7.74 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. સુખુના નામે બે વાહનો છે, જ્યારે 20 લાખથી વધુની કિંમતના દાગીના છે.સુક્ખુ કોંગ્રેસના નેતા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની કુલ સંપત્તિ 7.66 કરોડથી વધુ છે. તેમાં 1.31 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 6.35કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. શિવરાજ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી - અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી - અશોક ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કુલ સંપત્તિ 6.53 કરોડ રૂપિયા છે. તેમણે 2018માં ચૂંટણી એફિડેવિટમાં આ માહિતી આપી હતી.આ મુજબ ગેહલોત પાસે કુલ 1.44 કરોડ રૂપિયાની જંગમ અને 5.09 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. ગેહલોત કોંગ્રેસના નેતા છે.

મેઘાલયના મુખ્યમંત્રી - કોનાર્ડ સંગમા

મેઘાલયના મુખ્યમંત્રી - કોનાર્ડ સંગમા

મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાની કુલ સંપત્તિ 5.33 કરોડ રૂપિયા છે. જેમાં રૂપિયા 1.25 કરોડની જંગમ મિલકતો અને રૂપિયા 4.08કરોડની સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. સંગમા નેશનલ પીપલ્સ પાર્ટીના સભ્ય છે.

સિક્કિમના મુખ્યમંત્રી - પ્રેમ સિંહ તમાંગ

સિક્કિમના મુખ્યમંત્રી - પ્રેમ સિંહ તમાંગ

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ પાસે કુલ 3.98 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

દિલ્હીના મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ 3.44 કરોડથી વધુ છે. જેમાં 67 લાખથી વધુની જંગમ મિલકતો અને 2.77 કરોડનીસ્થાવર મિલકતો છે. કેજરીવાલ પાસે 12 લાખ રૂપિયાના દાગીના છે. કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી - પુષ્કર સિંહ ધામી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી - પુષ્કર સિંહ ધામી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની કુલ સંપત્તિ 3.34 કરોડ રૂપિયા છે. તેમની પાસે 1.88 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 1.46કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. પુષ્કર સિંહ ધામી ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

બિહારના મુખ્યમંત્રી - નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી - નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની કુલ સંપત્તિ 3.09 કરોડ રૂપિયા છે. જેમાં 1.44 કરોડથી વધુની જંગમ મિલકતો અને 1.65 કરોડથીવધુની સ્થાવર મિલકતો છે. નીતીશના નામે બે વાહનો છે અને 12 લાખથી વધુની કિંમતના દાગીના છે. નીતિશ જેડીયુના નેતા છે.

પંજાબના મુખ્યમંત્રી - ભગવંત માન સિંહ

પંજાબના મુખ્યમંત્રી - ભગવંત માન સિંહ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિંહની કુલ સંપત્તિ 1.97 કરોડ રૂપિયા છે. માન આમ આદમી પાર્ટીના નેતા છે. આ વર્ષે યોજાયેલી પંજાબચૂંટણી દરમિયાન તેમણે પોતાના સોગંદનામામાં આ માહિતી આપી છે. માન પાસે કુલ 48 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 1.49 કરોડરૂપિયાની સ્થાવર સંપત્તિ છે. ભગવંત માન સિંહ આમ આદમી પાર્ટીના નેતા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી - યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી - યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે કુલ 1.54 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યોગી આદિત્યનાથના નામે કોઈ જમીન, પ્લોટ કેમકાન નથી. મોટાભાગની જંગમ મિલકતોમાં પણ પગારમાંથી મળેલી રકમ હોય છે. યોગી ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.

મણિપુરના મુખ્યમંત્રી - એન બિરેન સિંહ

મણિપુરના મુખ્યમંત્રી - એન બિરેન સિંહ

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની કુલ સંપત્તિ 1.47 કરોડ રૂપિયા છે. જેમાં 84 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 63 લાખ રૂપિયાનીસ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. બિરેન સિંહ પાસે બોલેરો વાહન અને 5.97 લાખ રૂપિયાના દાગીના છે. બીરેન સિંહ ભાજપના નેતા છે.

હરિયાણાના મુખ્યપ્રધાન - મનોહર લાલ ખટ્ટર

હરિયાણાના મુખ્યપ્રધાન - મનોહર લાલ ખટ્ટર

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની કુલ સંપત્તિ 1.27 કરોડથી વધુ છે. તેમાં 94 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 33 લાખરૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. ખટ્ટર પાસે ન તો કોઈ કાર છે કે ન તો કોઈ જ્વેલરી છે. ખટ્ટર ભારતીય જનતા પાર્ટીનાનેતા છે.

કેરળના મુખ્યમંત્રી - પિનરાઈ વિજયન

કેરળના મુખ્યમંત્રી - પિનરાઈ વિજયન

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની કુલ સંપત્તિ 1.18 કરોડ રૂપિયા છે. તેમની પાસે 31.82 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 86.95 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. વિજયન CPI(M)ના નેતા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી - મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ છે. 2021માં ચૂંટણી પંચને આપેલા ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાનીકુલ સંપત્તિ 16.72 લાખ રૂપિયા જાહેર કરી છે. મમતાના નામે ન તો કોઈ જમીન છે કે ન કોઈ ઘર. મમતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ છે.

મિઝોરમના મુખ્યમંત્રી - જોરામથાંગા

મિઝોરમના મુખ્યમંત્રી - જોરામથાંગા

મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા પાસે કુલ રૂપિયા 3.84 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 82.61 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ અને 3.02 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. જોરામથાંગા મિઝો નેશનલ ફ્રન્ટના સભ્ય છે

English summary
Who is the richest Chief Minister? Know how much Property CM of 30 states has
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X