• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના ટોંક જિલ્લાની મુલાકાતે આવશે WHOની ટીમ

|
Google Oneindia Gujarati News

ટોંકઃ રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસમાં ઓચિંતો ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)ની એક ટીમ સર્વે કરવા માટે રાજસ્થાનના ટોંગ જિલ્લામાં આવશે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તરથી આ જાણકારી આપવામાં આવી છે. કોરોનાના કેસમાં ઓચિંતો ઉછાળો આવતાં રાજસ્થાન સરકાર પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.

સચિન પાયલટે ટ્વીટ કરીને જણાવ્યું કે રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના કેસમાં વધારો નોંધાયો છે અને ટોંક જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા સખત વધી છે. આ ચિંતાજનક સ્થિતિમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એક ટીમ ટોંક જિલ્લાનો સર્વે કરવા આજે આવનાર છે. વધુમાં તેમણે ઉમેર્યું કે "ડબલ્યૂએચઓ દ્વારા આપવામાં આવતી તમામ દિશા-નિર્દેશોનું અમે સખતપણે પાલન કરશું. વાયરસને ફેલાતો અટકાવવો અને તેનો નાશ કરવો જ અમારી પ્રાથમિકતા છે. જો આપણે જવાબદારી પૂર્ણ કામ કરશું તો વાયરસને ફેલાતો અટકાવી શકાશે."

જણાવી દઈએ કે શુક્રવારે રાજસ્થાનના વધુ 20 લોકોના કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં 9 લોકો એવા છે જેમણે નિઝામુદ્દીન જમાતમાં હાજરી આપી હતી. બિકાનેરના બે વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ કરી દેવાયું છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના કુલ 154 કેસ નોંધાયા છે.

કોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશેકોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશે

English summary
WHO team to visit Rajasthan's Tonk district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X