For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આપણી જાતને ‘હિન્દુ રાષ્ટ્રવાદી’ કેમ ના કહીં શકીએ’

By Super
|
Google Oneindia Gujarati News

ન્યૂ જર્સી, 21 જુલાઇઃ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહએ નરેન્દ્ર મોદીના ‘હિન્દુ રાષ્ટ્રવાદી'વાળા નિવેદનનું જાહેર સમર્થન કરતા કહ્યું કે, અમે પોતાની જાતને હિન્દુ રાષ્ટ્રવાદી કેમ ના કહીં શકીએ. અમેરિકાના પાંચ દિવસીય પ્રવાસ પર ગયેલા રાજનાથ સિંહે એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે, દેશમા હિન્દુ હોય કે મુસલમાન હોય કે ખ્રિસ્તી તમામ રાષ્ટ્રવાદી છે. તેમણે કહ્યું કે જો દેશમાં મુસ્લિમ લીગ પાર્ટી બની શકતી હોય, તો હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે ઓળખ પ્રત્યે અણગમો કેમ?

તેમણે કહ્યું કે, આપણે જે ધર્મને માનીએ છીએ, તેના અંગે કહેવું કોઇ ખોટી વાત નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો ભાજપ ઉઠાવવાની તૈયારીમાં છે કે નહીં તે અંગે રાજનાથ સિંહે જણાવ્યું કે, એવું કંઇ નથી અને અમે ધર્મ કે જાતિ નહીં પરંતુ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ઉઠાવીશું. નરેન્દ્રના ‘કુતરાનું બચ્ચું' અને ‘બુરખા'વાળા નિવેદન અંગે રાજનાથ સિંહે કહ્યું કે, આ સંદર્ભને અલગ પ્રકારે રજૂ કરવામાં આવ્યું.

rajnath-singh
નોંધનીય છે કે, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તે રાષ્ટ્રવાદી છે અને હિન્દુ પણ છે. તેથી હિન્દુ રાષ્ટ્રવાદી તરીકે ઓળખ મેળવવામાં તેમને કોઇ વાંધો નથી. આ ઇન્ટરવ્યુમાં ગુજરાતના રમખાણો અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમણે કંઇ ખોટું કર્યું નથી તો, પછી ગુન્હો કેવો, જો કે, રમખાણ પીડીતોના દર્દ અંગે મોદીએ કહ્યું કે, જ્યારે કોઇ પીડિત થાય છે, તો મુખ્યમંત્રી હોવાના કારણે તેમને પણ દર્દ થાય છે.

રમખાણને લઇને અફસોસ વ્યક્ત કરવા અંગે પૂછવામાં આવતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો કુતરાનું પીલ્લું પણ ગાડી નીચે આવી જાય છે, તો લોકો દુઃખી થઇ જાય છે. તેમના આ નિવેદને ઘણો હંગામો મચાવ્યો હતો અને વિપક્ષી દળોએ તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. જો કે, આ ટિપ્પણી પર સ્પષ્ટતા આપતા નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું, આપણી સંસ્કૃતિમાં દરેક જીવ બહુમૂલ્ય અને પૂજનીય છે.

English summary
BJP president Rajnath Singh, who is on a five-day visit to the US, has reiterated his party's stand on 'Hindu nationalism'. Mr Singh defended Gujarat Chief Minister and BJP’s poll campaign chief Narendra Modi's comments, saying there is no wrong to call people Hindu, Muslim or Christian nationalists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X