For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: આખરે ચંદ્રની ડાર્ક સાઈડમાં કેમ ઉતારાશે ચંદ્રયાન-2, ISROએ કારણ જણાવ્યું

Chandrayaan 2: આખરે ચંદ્રની ડાર્ક સાઈડમાં કેમ ઉતારાશે ચંદ્રયાન-2, ISROએ કારણ જણાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત આજે નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મિશન મૂન ચંદ્રયાન 2 થોડી વારમાં જ ચંદ્ર પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. લેન્ડિંગની અંતિમ ક્ષણ અતિ મુશ્કેલીભરી હોય છે. દેશ અને દુનિયાભરની નજરો ઈસરોના આ મિશન પર ટકેલી છે. ગણતરીની મિનિટો બાદ ચંદ્રયાન 2 ચાંદના સાઉથ પોલ પર ઉતરશે. જે ઉતરતાની સાથે જ અંતરિક્ષમાં ભારત નવો ઈતિહાસ જોડી દેશે.

chandrayaan 2

ચંદ્રયાન 2 ચાંદના દક્ષિણ પોલ પર ઉતરવા જઈ રહ્યું છે. ચંદ્રની ડાર્ક સાઈડમાં ચંદ્રયાનની લેન્ડિંગ થશે. એવામાં જાણવું જરૂરી છે કે આખરે લેન્ડિંગ માટે ચંદ્રનો ડાર્ક એટલે કે ધૂંધળો ભાગ જ કેમ પસંદ કરવાામં આવ્યો છે. જણાવી દઈએ કે ચંદ્રની ડાર્ક સાઈડ વિશે દુનિયાને કંઈ ખાસ જાણકારી નથી. ઈસરોએ ચંદ્રયાન 2ની લેન્ડિંગ માટે આ ભાગને જ પસંદ કર્યો છે. સૌથી ખાસ વાત છે કે ચંદ્રના આ ભાગમાં અમેરિકા, રશિયા અને ચીન પણ અત્યાર સુધી પગલું નથી માંડી શક્યું. એવામાં ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ ભારત માટે ઐતિહાસિક ક્ષણ હશે.

ઉલ્લેખનીય છે કે ભારતના ચંદ્રયાન-1 મિશન દરમિયાન સાઉથ પોલમાં બરફ વિશે માલૂમ પડ્યું હતું. વૈજ્ઞાનિકો આ વિશે વધુ જાણકારી મેળવવા માંગે છે. આ કારણે જ ચંદ્રયાન 2ને ચંદ્રમાના દક્ષિણ પોલમાં ઉતારવામાં આવી રહ્યું છે, જેથી આ ભાગની જાણકારી એકઠી કરી શકાય.

જણાવી ધઈએ કે ચંદ્રના દક્ષિણી ભાગમાં મોટાભાગે છાંયડો છે, અહીં પાણીની સંભાવના જતાવવામાં આવી છે. આ ભાગમાં ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિક અને પ્રણાલીના લુપ્ત અસ્મિભૂત રેકોર્ડ હાજર હોવાની સંભાવના છે.

 Chandrayaan 2: સમગ્ર મિશનમાં આ બે મહિલાની મહત્વની ભૂમિકા, જાણો કોણ છે તેઓ Chandrayaan 2: સમગ્ર મિશનમાં આ બે મહિલાની મહત્વની ભૂમિકા, જાણો કોણ છે તેઓ

English summary
why chandrayaan 2 will be landed on darker side of moon, know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X