• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસ શા માટે ડાબેરીઓ પર વધારે નિર્ભર છે?

|

નવી દિલ્હી, 9 માર્ચ : લોકસભા ચૂંટણી 2014ના ચોકઠાં ગોઠવાઇ રહ્યાં છે. હાલની સ્થિતિમાં એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2014 પહેલાં જ ડાબેરીઓ સાથે હાથ મિલાવી લેવાની ફિરાકમાં છે. આ અંગે પ્રાપ્ત અહેવાલો અંગે વિચારીએ તો કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે હાલમાં રાહુલ ગાંધીએ અગ્રણી ડાબેરી નેતા સીતારામ યેચુરી સાથેની મુલાકાતો વધારી દીધી છે. આ અંગે રાહુલ ગાંધીનું માનવું છે કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) કરતા ગઠબંધન બનાવવા માટે ડાબેરીઓ વધારે વિશ્વાસપાત્ર છે. નોંધપાત્ર બાબત એ છે કે રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા એમ કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ડાબેરીઓને દેશની બહાર ફેંકી દેવામાં આવે. રાહુલ ગાંધીના નિવેદનોમાં થોડા જ દિવસોમાં આટલો બધો ફેર શા માટે જોવા મળ્યો છે તે અગત્યનું છે.

તૃણમૂલ સાથે બહુ થયું

છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના સંબંધોમાં ખટાશ વધતી ચાલી હતી. જેને પરિણામે એક સમય એવો આવ્યો કે તૃણમૂલ પ્રમુખ મમતા બેનરજીએ કેન્દ્રની યુપીએ સરકારમાંથી બહાર નીકળી ગયા. બીજી તરફ કોંગ્રેસે પણ પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારમાંથી પોતાના પ્રધાનોને પાછા ખેંચી લીધા. જેના પગલે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની પકડ ઢીલી પડી ગઇ છે. આમ છતાં કોંગ્રેસે ભવિષ્યમાં ક્યારેય મમતા બેનરજીને ટેકો નહીં આપવાનો નિર્ણય લીધો છે. જો કે કોંગ્રેસે રાજ્યમાં બગડતી બાજીને ફરી સંભાળી લેવા માટે હવે બીજો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસે રાજ્યમાં પોતાની પાર્ટીના સભ્યોને ટીએમસી સાથે કોઇ થડામણમાં નહીં પડવાની સૂચના આપી દીધી છે. હવે સ્થિતિ એવી આવી છે કે કોંગ્રેસ વધારે કડક વલણ અપનાવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજ્યમાં પાર્ટીના સ્થાનિક નેતાઓને ખાતરી આપી છે કે આગામી લોકસભા ચૂંટણીઓમાં તેઓ તૃણમૂલ સાથે કોઇ જોડાણ નહીં કરે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે સંસદમાં કોંગ્રેસ સામે વિવિધ રીતે હુમલા ચાલુ રાખ્યા છે તેથી આવનારા સમયમાં બંને પક્ષો વચ્ચે ફરી સમાધાનની કોઇ શક્યતા દેખાતી નથી. આ બાબતથી રાજ્યના કોંગ્રેસી નેતાઓ ખુશ છે.

ફરી યુપીએ - 1ના દિવસો પાછા આવશે?

આવી સ્થિતીમાં રાહુલ ગાંધીની ડાબેરી નેતા સીતારામ યેચુરી સાથેની સતત મુલાકાતોએ રાજકીય નીરિક્ષકો અને વિશ્લેષકોમાં ઉત્સુકતા જન્માવી છે. રાહુલ ગાંધી સંસદભવનમાં આવેલી યેચુરીની ઓફિસમાં અવારનવાર મુલાકાત લેવા જતા હોય છે. આ ઉપરાંત રાહુલ ગાંધી એનસીપી, આઇયુએમએલ, ડીએમકે ઉપરાંત આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવ, એલજેપી નેતા રામવિસાસ પાસવાનને પણ વ્યક્તિગત રીતે મળી રહ્યા છે. જેના આધારે એવી ધારણા બાંધવામાં આવી રહી છે કે આવનારા સમયમાં યુપીએ - 1 મોડેલ ફરી અમલમાં આવે તો નવાઇ નહીં. જેમાં ડાબેરીઓએ બહારથી સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસ અને ડાબેરીઓના સંબંધો વર્ષ 2008માં વણસ્યા હતા. ત્યારે ભારત- અમેરિતા ન્યુક્લિયર ડીલના કારણે ડાબેરી પક્ષોએ યુપીએ ગઠબંધનમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચ્યું હતું અને બહારથી સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદની ચૂંટણીમાં ડાબેરીઓ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા, ત્યાર બાદ તેમણે સમગ્ર ભારતમાં પોતાના અસ્તિત્વને લોકો સમક્ષ મૂકવાનું બાકી છે. આ ઉપરાંત ડાબેરીઓને પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં કરવા પડેલા કારમી હારના સામનાથી ભારે નિરાશા સાંપડી હતી. ગયા મહિને ત્રિપુરામાં થયેલી ચૂંટણીઓમાં માણિક સરકારના નેતૃત્વમાં ચૂંટણી જીતતા ડાબેરીઓ ભારતના રાજકીય નકશામાંથી બહાર ફેંકાતા બચી ગયા હતા.

કોંગ્રેસ અને ડાબેરીઓ બંન્નેને એકબીજાની જરૂર

કોંગ્રેસ સાથેના ડાબેરીઓના જોડાણમાં સીતારામ યેચુરી મહત્વની ભૂમિકામાં છે. તેમના પ્રયત્નોથી બંને પક્ષો સાથે આવી શકે છે. યુપીએ - 1ના સમયમાં બંને પક્ષો વચ્ચેની મુખ્ય લિંક સીતારામ યેચુરી જ હતા. તેઓ કેટલાક ડાબેરી નેતાઓ પૈકી હતા જેમને યુપીએ સરકારમાંથી ડાબેરીઓનો હાથ પાછો ખેંચવાના નિર્ણયથી આંચકો લાગ્યો હતો.

નિરાશ સભ્યોનું માનવું છે કે ડાબેરીઓનો સહકાર પાછો ખેંચાયો ત્યાર બાદ જ કોંગ્રેસ અને ટીએમસી વધારે નજીક આવ્યા અને યુપીએને સમર્થન મળ્યું. જેના કારણે 2011માં ચૂંટણીઓ યોજાઇ હતી. હવે જ્યારે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ફાટ પડી છે ત્યારે ડાબેરીઓને આશા જન્મી છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર બેનરજીની જેમ ડાબેરીઓના નિર્ણયની જાણ ન થઇ શકે એવું નથી. ટીએમસી દરેક મુદ્દે વિરોધ નોંધાવે છે. જેના કારણે સંયુક્ત શાસનમાં તકલીફ ઉભી થાય છે. બંને પક્ષોની નીતિઓમાં ફેર છે. આમ છતાં બંને માને છે કે તેમાંથી બહાર આવી જવાશે.

English summary
Why Congress is more dependent on left front?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more