
સોનિયા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યુઃ 20 સૈનિકો કેમ અને કેવી રીતે શહીદ થયા?
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે મોદી સરકાર પર એલએસીની વર્તમાન સ્થિતિ વિશે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદનોમાં જોવી મળી રહેલ વિરોધાભાસો માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. સોનિયા ગાંધીએ સરકારને પૂછ્યુ કે, દેશ જાણવા ઈચ્છે છે કે 20 સૈનિકો કેમ માર્યા ગયા?
કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ, આજે જ્યારે ભારત ચીન સીમા પર સંકટની સ્થિતિ છે ત્યારે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીથી પાછળ ન હટી શકે. પીએમ કહે છે કે ચીને ઘૂસણખોરી કરી નથી પરંતુ બીજી તરફ સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય ચીન સૈનિકોની હાજરીમાં અને ચીની ઘૂસણખોરી પર ચર્ચા કરતા રહે છે. તેમણે કહ્યુ કે આપણા સૈન્ય એક્સપર્ટ, સેના પ્રમુખ સેટેલાઈટ ફોટા બતાવીને ચીની ઘૂસણખોરીની પુષ્ટિ કરી રહ્યા છે.
સોનિયા ગાંધીએ આગળ કહ્યુ કે આજે જ્યારે આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે ભારત એ જાણવા ઈચ્છે છે જો ચીને લદ્દાખમાં આપણી જમીન પર કબ્જો નથી કર્યો, જેવુ પ્રધાનમંત્રી કહે છે તો આપણા 20 સૈનિકોની શહીદી કેમ અને કેવી રીતે થઈ? તેમણે કહ્યુ કે લદ્દાખમાં ચીન દ્વારા કબ્જામાં કરવામાં આવેલી આપણી જમીનને મોદી સરકાર ક્યારે અને કેવી રીતે પાછી લાવશે? શું આપણી જમીન પર ચીને બંકર બનાવ્યા છે? શું પ્રધાનમંત્રી આ મુદ્દે દેશને વિશ્વાસમાં લેશે? આખો દેશ સેના સાથે ઉભો છે. સરકારને જોઈએ કે તે સેનાને પૂરી છૂટ અને સહયોગ આપે.
'સ્પીકઅપ ફૉર જવાન' અભિયાન હેઠળ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વાર ફરીથી ચીનના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. તેમણે એક વાર ફરીથી આ મુદ્દે સીધી રીતે પીએમ મોદીને સવાલ પૂછ્યા છે. રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જારી કરીને કહ્યુ, 'હિંદુસ્તાનના વીર શહીદોને મારા નમન. આખો દેશ મળીને એક સાથે, એક થઈને સેના અને સરકાર સાથેે ઉભો છે પરંતુ એક ખૂબ જરૂરી સવાલ ઉઠ્યો છે. થોડા દિવસ પહેલા આપણા પ્રધાનમંત્રીજીએ કહ્યુ હતુ કે હિંદુસ્તાનની એક ઈંચ જમીન કોઈએ લીધી નથી.'
રાહુલ ગાંધીએ કહ્યુ કે કોઈ હિંદુસ્તાનની અંદર આવ્યુ નથી પરંતુ સાંભળવા મળી રહ્યુ છે. લોકો કહી રહ્યા છે. સેટેલાઈટ ફોટોગ્રાફ્સમાં દેખાઈ રહ્યુ છે, લદ્દાખની જનતા કહી રહી છે. આર્મી રિટાયર્ડ જનરલ્સ કહી રહ્યા છે કે ચીને આપણી જમીન છીનવી લીધી છે. એક જગ્યાએ નહિ પરંતુ ત્રણ જગ્યાએ ચીને આપણી જમીન છીનવી લીધી છે.
હાથ -પગ બાંધીને પાણીમાં લોકોને મારી નાખનાર સીરિયલ કિલર ઝડપાયો