• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત માટે કેમ મહત્વનું છે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર? જાણો તેના વિશેની તમામ બાબતો!

By Desk
|
Google Oneindia Gujarati News

જોધપુર : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે. મેક ઈન ઈન્ડિયા બાદ ભારત દેશમાં જ જરૂરતની વસ્તુઓ બનાવવા પર ભાર મુકી રહ્યું છે. ત્યારે હવે ભારતે સેનાને પણ આધુનિક અને સ્વદેશી બનાવવા માટે અભિયાન શરૂ કર્યુ છે. આ અંતર્ગત ભારતે એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. હાલમાં જ ભારતે સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તૈયાર કરીને ભારતીય વાયુસેનાને સોંપ્યુ છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને ભારત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટરને હુમલા માટે બનાવવામાં આવ્યું છે. જો કે આમ છત્તા તે દુશ્મનના હુમલાઓ અને પાઇલોટની સલામતીને સુનિશ્ચિત કરે છે. ન્યુક્લિયર એટેક, જૈવિક હુમલા કે કેમિકલ એટેક, તે દરેક પરિસ્થિતિમાં પાયલટને સલામતી પૂરી પાડે છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર કેમ મહત્વનું?

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર કેમ મહત્વનું?

અધિકારીક રીતે ભારતીય વાયુસેનાને પ્રથમ સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યુ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરવામાં સક્ષમ છે એટલુ જ નહીં તે કાઉન્ટર ઈન્સર્જન્સી અને અન્ય મિશન માટે પણ સંપૂર્ણ રીતે ફિટ છે. સોમવારે તેને ઔપચારિક રીતે જોધપુર એર બેઝ પર ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યુ હતું. પ્રથમ બેચમાં ચાર સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સત્તાવાર રીતે સેનાને સોંપાયુ

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સત્તાવાર રીતે સેનાને સોંપાયુ

આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સિવાય રક્ષા ક્ષેત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યુ છે. એચએએલના જણાવ્યા અનુસાર, આ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર વિશ્વનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે, જે ભારતીય સશસ્ત્ર દળોની વિશેષ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તે પર્યાપ્ત શસ્ત્રો અને ફ્યૂલ લોડ સાથે 5,000 મીટરની ઊંચાઈ સુધી સરળતાથી ઉડી શકે છે.

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવ્યુ છે

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવ્યુ છે

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ટ્વીન એન્જિનવાળું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર વિકસાવ્યું છે. તેના એન્જિન ફ્રેન્ચ મૂળના શક્તિ એન્જિન છે, જેનું ઉત્પાદન પણ HAL દ્વારા કરવામાં આવ્યું છે. તે ખાસ કરીને 5.8-ટન વર્ગના હેલિકોપ્ટર માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે, તે એક હળવા વર્ગનું હેલિકોપ્ટર છે. આમાં પાયલટ અને કો-પાયલટ સીટ આગળ-પાછળ છે. કો-પાયલટ વેપન સિસ્ટમ ઓપરેટરની જવાબદારી નિભાવે છે. આ સિવાય તેમાં ઘણા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે તે એટેક હેલિકોપ્ટર તરીકે સંપૂર્ણ રીતે કામ કરે છે. આ હેલિકોપ્ટરને લાંબા સમયના ફ્લાઇટ ટેસ્ટિંગ બાદ એરફોર્સ અને આર્મીમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ટેસ્ટિંગમાં સફળ રહ્યું છે

ટેસ્ટિંગમાં સફળ રહ્યું છે

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલસીએચનું ફ્લાઇટ ટેસ્ટિંગ અલગ-અલગ ઊંચાઈઓ પર કરવામાં આવ્યું છે. સમુદ્ર સપાટીથી સિયાચીન રેન્જ સુધી ઉડાન ભરીને તેનું પરીક્ષણ કરાયુ છે. આ હેલિકોપ્ટર અત્યંત ઠંડી આબોહવાથી રણના ગરમ વાતાવરણમાં પણ સફળતાપુર્વક ઉડ્યું છે. આ પરીક્ષણો દરમિયાન વિવિધ પ્રકારના મિશન સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમ કે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ, હેલ્મેટ-માઉન્ટેડ ડિસ્પ્લે સિસ્ટમ, સોલિડ સ્ટેટ ડેટા, વિડિયો રેકોર્ડર તેમજ આ ઉપરાંત 20 એમએમ ટરેટ ગન, 70 એમએમ રોકેટ અને હવા ધરાવતી વેપન સિસ્ટમ, જેમાં એર-ટુ-એર મિસાઇલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન વેપન ફાયરિંગ ટ્રાયલ પણ પૂર્ણ કરવામાં આવી છે.

2017 માં મંજુરી આપવામાં આવી હતી

2017 માં મંજુરી આપવામાં આવી હતી

LCH ના એર ફોર્સ વેરિઅન્ટ માટે પ્રારંભિક ઓપરેશન ક્લિયરન્સ 2017 માં જ મંજૂર કરવામાં આવ્યું હતું અને આર્મી વેરિઅન્ટ માટે 2019 માં મંજૂરી મળી હતી. નવેમ્બર 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે ભારતીય વાયુસેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપીં તેના અંતિમ સમાવેશ માટે માર્ગ મોકળો કર્યો હતો. આ વર્ષે માર્ચમાં સુરક્ષા પરની કેબિનેટ કમિટીએ 3,887 રૂપિયાના ખર્ચે એરફોર્સ માટે 10 અને આર્મી માટે 5 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી હતી. તેની કિંમતમાં રૂ. 377 કરોડનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પણ સામેલ છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની વિશેષતા

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની વિશેષતા

કોમ્બેટ હેલિકોપ્ટર હળવા હોવા છતાં મહત્તમ 5.8 વજન સાથે ઉડાન ભરવા માટે સક્ષમ છે. તેની મહત્તમ ઝડપ 268 કિમી પ્રતિ કલાક છે અને તે એક સમયે 550 કિમીની રેન્જ સુધી ઉડી શકે છે. તે મહત્તમ 6,500 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે અને ત્રણ કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે. દુશ્મનના રડાર અને મિસાઇલોથી બચવા માટે આ હેલિકોપ્ટર રડાર-શોષક સામગ્રીનો ઉપયોગ કરે છે અને તેની રચના મોટાભાગે ક્રેશ-પ્રૂફ છે અને લેન્ડિંગ ગિયર પણ છે, જે તેને વધુ સુરક્ષિત બનાવે છે. તેની કેબિન પરમાણુ, જૈવિક અને રાસાયણિક હુમલાઓથી પણ સુરક્ષિત રાખે છે.

દર વર્ષે 30 LCH બનાવવાનો લક્ષ્યાંક

દર વર્ષે 30 LCH બનાવવાનો લક્ષ્યાંક

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના જણાવ્યા અનુસાર, 160 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર બનાવવામાં આવનાર છે. જેમાંથી 65 ભારતીય વાયુસેના અને 95 આર્મીને ઉપલબ્ધ હશે. HAL આગામી 8 વર્ષમાં 145 LCHs ઉત્પાદનના લક્ષ્ય સાથે દર વર્ષે 30 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા માંગે છે. 29 સપ્ટેમ્બરે બેંગ્લોરમાં ભારતીય સેનામાં સામેલ થયા બાદ આ હેલિકોપ્ટરને સોમવારે જોધપુરમાં ઔપચારિક રીતે ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યું હતું.

English summary
Why light combat helicopter is important for India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X