For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ 3 મે સુધી જ કેમ લંબાવ્યુ લૉકડાઉન, આ છે કારણ

લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રીએ 30 એપ્રિલના બદલે લૉકડાઉનને 3 મે સુધી કેમ લંબાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયાની જેમ ભારતમાં પણ અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19)નો સામનો કરી રહ્યુ છ. આ સંકટને જોતા મંગળવારે ત્રીજી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા છે. તેમણે આજે ખતમ થઈ રહેલા લૉકડાઉનને 3 મે સુદી લંબાવવાનુ એલાન કર્યુ છે. આ પહેલા ઘણા રાજ્યો પણ 30 એપ્રિલ સુધી પોતાનુ લૉકડાઉન લંબાવી ચૂક્યા છે. એવામાં લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે પ્રધાનમંત્રીએ 30 એપ્રિલના બદલે લૉકડાઉનને 3 મે સુધી કેમ લંબાવ્યુ છે.

1 મે એ જાહેર રજા છે

1 મે એ જાહેર રજા છે

આ બાબતે સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યુ છે. જેમાં સરકારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે 30 એપ્રિલ(જેવી કે બીજા રાજ્યોએ સલાહ આપી હતી) ના બદલે લૉકડાઉન રહેવાની ઘોષણા 3 મે સુધી એટલા માટે કરવામાં આવી કારણકે 1મેના રોજ જાહેર રજા છે. 2 મેએ શનિવાર છે અને 3 મેએ રવિવાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચે પોતાના સંબોધનમાં 21 દિવસનુ લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. આ પહેલા તેમણે 19 માર્ચે દેશને સંબોધિત કરીને 22 માર્ચે એક દિવસ માટે જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ હતુ.

કઠોરતા વધારવામાં આવશે

કઠોરતા વધારવામાં આવશે

આજે દેશના નામે સંબોધમાં પીએમ મોદીએ કહ્યુ કે ઘણા રાજ્યોએ લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય કરો. હવે એ નક્કી કરવામાં આવ્યુ છે કે ભારતમાં લૉકડાઉન 3 મે સુધી લંબાવવુ પડશે. આગલા એક સપ્તાહમાં કોરોના સામે લડાઈમાં કઠોરતા વધુ કરવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક કસ્બા, દરેક પોલિસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્યને પરખવામાં આવશે, ત્યાં લૉકડાઉનનુ કેટલુ પાલન થઈ રહ્યુ છે, તે ક્ષેત્રએ કોરોનાથી ખુદને કેટલુ બચાવ્યુ છે તે જોવામાં આવશે. જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે હૉટસ્પૉટમાં નહિ હોય અને જેમના હૉટસ્પૉટમાં બદલવાની આશંકા ઓછી હશે ત્યાં 20 એપ્રિલ સુધી અમુક જરૂરી ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવી શકે છે.

વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવામાં આવશે

વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવામાં આવશે

પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે આપણે હૉટસ્પૉટ માટે બહુ સતર્કતા રાખવી પડશે. જે સ્થળોને હૉટસ્પૉટમાં બદલવાની આશંકા છે તેના પર પણ આપણે કડક નજર રાખવી પડશે. નવા હૉટસ્પૉટ બનવા, આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને વધુ પડકારશે. એટલા માટે ન તો ખુદ કોઈ બેદરકારી કરવાની છે અને ના કોઈ બીજાને બેદરકારી કરવા દેવાની છે. કાલે આ વિશે સરકાર તરફથી એક વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પ્રયાસ કરશે

કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પ્રયાસ કરશે

પીએમ મોદીએ કહ્યુ કે જે રોજ કમાય છે, રોજની કમાણીથી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, તે મારો પરિવાર છે. મારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં એક, તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓને ઘટાડવાની છે. હવે નવી ગાઈડલાઈન બનાવતી વખતે પણ તેમના હિતોનુ પૂરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અત્યારે રવિ પાકની કાપણીનુ કામ ચાલુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને પ્રયાસ કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય.

આ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં પીએમ મોદીએ માંગ્યો આ 7 વાતોમાં તમારો સાથઆ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં પીએમ મોદીએ માંગ્યો આ 7 વાતોમાં તમારો સાથ

English summary
why lockdown extended till May 3 rather than April 30 by prime minister narendra modi covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X