• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

J&K: મોદીની જાળમાં ફસાયા ઈમરાન, રડે તો કોની પાસે

|

પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર ભારતના પગલા બાદ ખૂબ દોડધામ કરી છે, પરંતુ વિશ્વના કોઈ મોટા નેતા તેમના આંસુ લૂછવા માટે તૈયાર નથી. પહેલા દિવસે જ્યારથી ઈમરાન ખાન દુનિયાભરના નેતાઓને ફોન કરી પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારથી આ જ હાલત છે. તેમણે વિચાર્યું કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો છે, એટલે મુસ્લિમ દેશો તેમનો સાથ આપશે, પરંતુ ત્યાંથી પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડી રહ્યું છે. ભારત વિરુદ્ધ વાત કરવા માટે કોઈ પણ દેશ સામે નથી આવ્યો. હાલ પાકિસ્તાન પાસે તેના સારા-ખરાબ કર્મોનો સાથી ચીન જ છે, જેની પાસે તે પોતાનું રોદણું રડી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે વડાપ્રધાન મોદીએ વર્લ્ડ લીડર્સ અને તેમના દેશો સાથે ભારતના એવા રાજકીય સંબંધો વિકસાવ્યા છે, જેના કારણે તમામ દેશ કામ લાગી રહ્યા છે.

મુસ્લિમ દેશોએ ન આપ્યો સાથ

મુસ્લિમ દેશોએ ન આપ્યો સાથ

2014માં જ્યારથી નરેન્દ્ર મોદી પહેલીવાર સત્તામાં આવ્યા છે, ત્યારથી તેમણે દુનિયાભરના દેશ સાથે સંબંધો સુધારવા પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને ગલ્ફ દેશો સાથેના સંબંધોને તેમણે વધુ મહત્વ આપ્યું છે. શરૂઆતમાં તેમના વિદેશ પ્રવાસો પર વિપક્ષ સવાલો ઉઠાવતું હતું. પરંતુ પીએમ મોદીની આ જ વિદેશ યાત્રાઓ ભારતને કામ લાગી રહી છે. પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો સંયુક્ત આરબ અમિરાતે આપ્યો છે, જે OIC એટલે કે ઈસ્લામિક સહયોગ સંગઠનનું સૌથી મોટું સભ્ય છે. યુએઈએ આર્ટિકલ 370 મામલે ભારતનું સમર્થન કર્યું છે, અને કહ્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. એટલે સુધી કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈમરાનની ફરિયાદો પણ અવગણી છે. તો મલેશિયાના મહાથિર મોહમ્મદ અને તુર્કીના રેસેપ તઈપ એર્દોગને પણ તેમને સાંભળવામાં રસ નથી દાખવ્યો. જ્યારે પાકિસ્તાનને ગલ્ફના મોટા દેશનો સાથ ન મળ્યો તે તેમના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશ જેદ્દાહ પહોંચી ગયા અને ફક્ત OIC કાશ્મીર ગ્રુપ પાસે ભારતના પગલાંને ગેરકાયદે કહેવડાવવામાં સફળ રહ્યા. ઉલ્લેખનીય છે કે OIC કાશ્મીર ગ્રુપ જમ્મુ કાશ્મીર મામલે હંમેશા પાકિસ્તાનનો પક્ષ લે છે, અને ભારત માટે તેના નિવેદનનું કોઈ મહત્વ નથી.

મોદીના વ્યક્તિત્વનો પ્રભાવ

મોદીના વ્યક્તિત્વનો પ્રભાવ

વડાપ્રધાન નરેન્દર મોદી હંમેશા ગલ્ફ દેશોમાં સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત સાથે સંબંધો મજબૂત બનાવવા પર ધ્યાન આપતા રહ્યા છે. ફારસની ખાડીના આ દેશો પહેલા ભારતને મહત્વ નહોતા આપતા. પરંતુ હવે બંને દેશો સાથેના સારા સંબંધોના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદીની મહત્વની ભૂમિકા છે. યુએી સુધી વડાપ્રધાન મોદીની અંગત પહોંચને કારણે જ તેમને આ વર્ષે ત્યાંના સૌથી મોટા સન્માન જાયદ મેડલથી સન્માનિત કરાયા હતા. પીએમ મોદીને આ સન્માન બંને દેશો વચ્ચે મિત્રતા મજબૂત કરવા અને વ્યૂહરચનામાં મદદ કરવા માટેની ભૂમિકા માટે અપાયું હતં. આ પહેલા 2016માં મોદીને સાઉદી અરબના સર્વોચ્ચ નાગરિક સન્માન કિંગ અબ્દુલઅજીજ સૈશથી ત્યાંના સુલ્તાન કિંગ સલમાન બિન અબ્દુલઅજીજે સન્માનિત કર્યા હતા. આ સન્માન આધુનિક સાઉદી સંસ્થાપકના નામ પર આપવામાં આવે છે. પીએમ મોદીએ પોતાના પ્રભાવથી જ રિયાદ અને ઈસ્લામબાદની જૂની મિત્રતાને નબળી કરી નાખી છે.

વેપાર રોકવા પર પાકિસ્તાનને જ લાગ્યો ઝટકો, ખાવાના ફાંફા પડ્યા

ભારતની તાકાત

ભારતની તાકાત

ખાડીના પ્રભુત્વશાળી દેશો વચ્ચે ઈમરાન ખાનના એકલા પડવાનું કારણ એ પણ છે કે ભારતની અર્થવ્યવસ્થા અને સામાજિક રાજકીય સ્થાયિત્વ સાતે પાકિસ્તાનની સરખામણી શક્ય નથી. ખાડી દેશોનું વ્યાવસાયિક ભવિષ્ય ભારત સાથે સુરક્ષિત છે, એટલે પણ તેઓ પાકિસ્તાનને ભાવ નથી આપતા. બીજી તરફ નરેન્દ્ર મોદી પ્રભાવશાળી વૈશ્વિક નેતા છે, જે છેલ્લી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયા છે. મોદીની લૂક વેસ્ટ પોલિસીએ મિડલ ઈસ્ટ અને ખાડી દેશોમાં ભારતનું મહત્વ વધાર્યું છે. ભારત સૈન્ય અને આર્થિક દ્રષ્ટિએ મહાશક્તિ બન્યું છે, તેની સાથે સાથે લાખો ભારતીય અરબ દેશોની અર્થવ્યવસ્થાનો મહત્વોન ભાગ બની ચૂક્યા છે. એક અનુમાન પ્રમઆમે હાલ ખાડી દેશોમાં લગભગ 76 લાખ ભારતીય કામ કરી રહ્યા છે. તેમાંથી લગભગ 28 લાખ ભારતીય સાઉદી અરબ અને 26 લાખ સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે.

આતંકવાદ વિરુદ્ધ એક્તા

આતંકવાદ વિરુદ્ધ એક્તા

આતંકવાદ એક એવો મુદ્દો બની ચૂક્યો છે, જેનાથી દુનિયાનો દરેક દેશ પરેશાન છે. જ્યારે આતંકવાદની વાત આવે છે કે તો પાકિસ્તાન સિવાય તમામ દેશો તેનો ખાત્મો ઈચ્છે છે. એટલે જ ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદ જ્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાન થઈને ભારત આવ્યા તો તેમણે નામ સાથે પુલવામા હુમલાની નિંદા કરી. ભારત અને સાઉદી અરબના સંયુક્ત નિવેદનમાં આતંકવાદ વિરુદ્ધ કડક શબ્દો વાપવરવામાં આવ્યા. જેમાં આતંકવાદને કોઈ દેશ વિરુદ્ધ હથિયાર બનાવવાની નિંદા કરવાની સાથે આતંકવાદને ઈન્ફ્રાસ્ટર્કચર તબાહ કરી બીજા દેશો વિરુદ્ધ આતંકવાદનું ફંડિંગ રોકવા પર પણ ભાર મૂકાયો હતો.

ચીનના ભરોસે પાકિસ્તાન

ચીનના ભરોસે પાકિસ્તાન

સરવાળે એ સ્પષ્ટ છે કે પાકિસ્તાને ઉતાવળમાં ભારત સાથેના રાજકીય સંબંધો ઓછા કરી દીધા છે. પરંતુ હવે તેમને સમજાયું છે કે ચાદર કરતા વધુ પગ લાંબા કરી તે ભારત વિરુદ્ધ ખોટા પગલાં લઈ ચૂક્યુ છે. એટલે પાકિસ્તાની વિદેશ પ્રધાન કુરૈશી પાસે ચીન જવા સિવાય કોઈ ઉપાય નથી. કારણ કે ઈતિહાસ સાક્ષી છે કે ભારતના વિકાસથી ચીન પણ પોતાને અસુરક્ષિત માને છે, અને ભારતને ઘેરવા માટે પાકિસ્તાન જેવાના સાથની જરૂર છે. જે પોતાનો વિકાસ જ નહીં બધું જ ગુમાવીને પાડોશીને હેરાન કરતું રહે.

English summary
why pakistan is comptlaining to china about article 370
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more