For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ નથી ઘટી રહ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યુ કારણ

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યુ. જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી જનતા ત્રસ્ત છે. સહુ કોઈ આ રાહમાં છે કે સરકાર કંઈક તો પગલાં લેશે જેવા કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવી. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ છે કે જ્યાં સુધી રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને જીએસટીની સીમામાં લાવવા માટે તૈયાર નહિ થાય ત્યાં સુધી કિંમતો ઘટશે નહિ. પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં હરદીપ સિંહ પુરીએ કહ્યુ છે, 'જો તમારો સવાલ છે કે પેટ્રોલની કિંમતો કેમ નથી ઘટી રહી તો તેનો જવાબ છે - કારણકે રાજ્ય આને જીએસટી હેઠળ નથી લાવવા માંગતા.'

hardeep puri

ઈંધણની કિંમતો પર ભારે ટેક્સ વસૂલે છે મમતા સરકારઃ પુરી

હરદીપ સિંહ પુરીએ પશ્ચિમ બંગાળ સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે મમતા સરકાર ફ્યુઅલ પર ભારે ટેક્સ લગાવી રહ્યા છે. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો 100ને પાર જઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે કોલકત્તાાં પેટ્રોલ 101.62 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લિટર છે. માત્ર બંગાળ જ નહિ પરંતુ આખા દેશના મોટાભાગના રાજ્યોમાં હવે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ચૂક્યુ છે.

કેન્દ્ર સરકાર પેટ્રોલ પર લે છે એ જ જૂનો ચાર્જ

હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે કેન્દ્ર સરકાર હજુ પણ ઈંધણની કિંમતોમાં જૂનો ચાર્જ જ વસૂલ કરી રહી છે. પુરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 32 રુપિયા પ્રતિ લિટર ટેક્સ લે છે જ્યારે ફ્યુઅલની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 19 ડૉલર પ્રતિ બેરલ હતી. ત્યારે અમે 32 રૂપિયા પ્રતિ લિટર ચાર્જ લીધો હતો અને આજે પણ અમે એ જ ચાર્જ કરી રહ્યા છે જ્યારે કિંમત વધીને 75 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે.

English summary
Why petrol and diesel prices are not decreasing, Hardeep singh Puri told the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X