30 મિનિટની મુલાકાતમાં, યોગીની તાજ સફાઇ કે નાટક?

Posted By:
Subscribe to Oneindia News

આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તાજમહેલની મુલાકાત કરવા પહોંચ્યા હતા. અહીં તાજ મુલાકાત માટે તેમણે તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી 30 મિનિટ ફાળવી હતી. જેમાં તેમણે સૌથી પહેલા તાજના પશ્ચિમ ગેટ આગળ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સફાઇ કાર્યક્રમ યોજ્યો હતો. અને ઝાડૂ હાથમાં લઇને સફાઇ કરતા જોવા મળ્યા હતા. આ ઘટના પછી સોશ્યલ મીડિયામાં લોકોએ યોગીની આ તાજ સફાઇને નાટક, ખાલી સફાઇ કરવાનું નાટક જણાવ્યું છે. નવાઇની વાત તો એ છે કે યોગીએ 30 મિનિટમાં યોગીએ સફાઇ પણ કરી અને તાજ મહેલ મુલાકાત પણ કરી લીધી.

Yogi Adityanath

ત્યારે શું યોગી તે બતાવવા ઇચ્છતા હતા કે તાજ મહેલને પ્રશાસન સ્વચ્છ નથી રાખતી? તે જ તાજમહેલ જે તેમના જ પ્રશાસન હેઠળ આવે છે. કે પછી ફોટો ઓપોચ્યૂનિટી માટે તેમણે 30 મિનિટની મુલાકાતમાં ઝાડૂ ઉઠાવ્યું હતું? આવા જ કેટલાક કારણોના લીધે યોગીની આ તાજ સફાઇ હાલ એક પ્રશ્નાર્થ બનીને ઊભી રહી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભારે વિવાદો પછી મુખ્યમંત્રી બન્યા પછી પહેલી યોગી આદિત્યાનાથે તાજમહેલની આજે મુલાકાત લીધી હતી.

English summary
Yogi today cleans Taj area but his whole visit is fo 30 mins only. How can he clean the area in half an hour.People are asking this question now.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.