Unacademyના ટીચર કરણ સાંગવાનની બરતરફી પર કેમ થયો હોબાળો? હવે CM કેજરીવાલે પણ ઉઠાવ્યા સવાલ
એડટેક ફર્મ અનએકેડેમીના શિક્ષક કરણ સાંગવાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. શિક્ષક કરણ સાંગવાને ઑનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. જેના કારણે એડટેક ફર્મે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
એડટેક ફર્મે કહ્યું કે ક્લાસ એ વ્યક્તિગત અભિપ્રાયો અને મંતવ્યો શેર કરવાની જગ્યા નથી. કરણ સાંગવાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ યુનાએકેડમી શિક્ષક કરણ સાંગવાનની બરતરફી પર સવાલ ઉઠાવ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે તેમના મંતવ્યો શેર કર્યા અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું લોકોને શિક્ષિત વ્યક્તિને મત આપવાનું કહેવું ગુનો છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, શું શિક્ષિત લોકોને વોટ આપવાની અપીલ કરવી ગુનો છે? જો કોઈ અભણ હોય તો વ્યક્તિગત રીતે હું તેને માન આપું છું. પરંતુ જનપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો યુગ છે. અભણ જનપ્રતિનિધિઓ 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ ક્યારેય નહીં કરી શકે.
क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023












Click it and Unblock the Notifications
