કેદારનાથમાં કેમ મચી તબાહી, આ રહ્યાં ચાર ધાર્મિક કારણો
નવી દિલ્હી, 27 જૂન: કેદારનાથની તબાહી બાદ લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ ઉદભવી રહ્યાં છે. કેદારનાથમાં પહેલાં પણ વરસાદ વરસતો હતો, નદીઓ ગાંડીતૂર બનતી હતી અને પહાડ પણ તૂટતા હતા.
પરંતુ ક્યારેય કેદારનાથજી ક્યારેય પણ આ પ્રકારના વિનાશના શિકાર બન્યા નથી. પ્રકૃતિની આ વિનાશલીલાને જોતાં કેટલાક લોકોની આસ્થા તૂટી ગઇ છે. જ્યારે કેટલાક આસ્થાવાન લોકો એવા છે કે જેમની આસ્થા વધુ મજબૂત બની ગઇ છે. આ પ્રમાણે આસ્થાવાન શ્રદ્ધાળુઓની નજરમાં કેદારનાથ પર આવેલી આપત્તિ પાછળ કેટલાક ધાર્મિક કારણ જવાબદાર છે.
ધારી માતાની નારાજગી
સોશિયલ મીડિયામાં આ કારણોને લઇને ચર્ચા ચાલી રહી છે તે મુજબ આ વિનાશનું સૌથી પ્રથમ અને મોટું કારણ ધારી માતાનું વિસ્થાપન માનવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ એક સંમેલનમાં આ વાતને સ્વિકારી હતી કે જો ધારી માતાનું મંદિર વિસ્થાપિત કરવામાં ન આવ્યું હોત તો કેદારનાથમાં પ્રલય ના આવત. ધારી દેવીનું મંદિર ઉત્તરાખંડના શ્રીનગરથી 15 કિલોમીટર દૂર કાલિયાસૂરના નામના સ્થળે બિરાજમાન છે.
ધારી દેવીને કાળકાનું રૂપ માનવામાં આવે છે. શ્રીમદભગવદ અનુસાર ઉત્તરાખંડના 26 શક્તિપીઠોમાં ધારી માતા એક છે. ડેમ બાંધકામ માટે 16 જૂનના રોજ સાંજે 6 વાહે ધારી દેવીની મૂર્તિ અહીંથી વિસ્થાપિત કરવામાં આવી હતી. અને ઠીક તેના બે કલાક બાદ કેદારનાથમાં તબાહી શરૂ થઇ ગઇ.
અશુભ મૂહૂર્ત
સામાન્ય રીતે ચારધામની યાત્રાની શરૂઆત અક્ષય તૃતિયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલવાથી થાય છે. આ વર્ષે 12 મેના રોજ બપોર બાદ અક્ષય તૃતિયા શરૂ થઇ ગઇ હતી અને 13 તારીખના રોજ 12:24 સુધી અક્ષય તૃતિયાનું શુભ મુહૂર્ત હતું. પરંતુ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વારને આ શુભ મુહૂર્ત વિતી ગયા બાદ ખોલવામાં આવ્યાં હતા.
ખાસ વાત એ છે કે જે મૂહુર્તમાં યાત્રા શરૂ થઇ તે પિતૃ પૂજનનું મુહુર્ત હતું. આ મુહુર્તમાં દેવી-દેવતાઓની પૂજા દેવી-દેવતાની પૂજા અને કોઇપણ શુભ કામ વર્જિત માનવામાં આવે છે.
તીર્થોનું અપમાન
ઘણા શ્રદ્ધાળુ એવું માને છે કે લોકોમાં તીર્થો પ્રત્યે આસ્થા ઓછી થઇ હોવાથી આ વિનાશ સર્જાયો છે. અહી લોકો દર્શન કરવાની સાથે સાથે રજાઓ માણવા અને પિકનીક મનાવવા આવતાં હતા. આવા લોકોમાં ભક્તિ ઓછી અને દેખાડો વધારે હતો.
ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિઓ માટે તીથસ્થળો પર વિશેષ પૂજા અને દર્શનની વ્યવસ્થા છે, જ્યારે સામાન્ય લોકોને લાંબી કતારોમાં ઉભા રહીને પોતાના વારાની રાહ જોવી પડતી હતી. તીર્થસ્થળોએ થઇ રહેલા આ ભેદભાવથી કેદારનાથ ધામ પણ વંચિત નથી.
મેલી થતી ગંગા ગુસ્સે ભરાઇ
મંદાકિની, અલકનંદા અને ભાગીરથી મળીને ગંગા બને છે. કેટલાક શ્રદ્ધાળુને વિશ્વાસ છે કે ગંગા પોતાના મેલા સ્વરૂપ અને અપમાનના કારણે તેને આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કહેવામાં આવે છે કે ગંગા ધરતી પર આવવા માંગતી ન હતી પરંતુ ભગવાન શિવના દબાણમાં આવીને તેને ધરતી પર ઉતરવું પડ્યું હતું.
ભગવાન શિવે ગંગાની મર્યાદા અને પવિત્રતાને બનાવી રાખવાનો વિશ્વાસ અપાવ્યો છે, પરંતુ ડેમ બનાવીને અને કાદવયુક્ત કરવામાં આવતી હોવાથી ગંગાને આ અપમાન સહન ન થયું અને તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.
પોતાની સાથે થઇ રહેલા અપમાનથી નારાજ ગંગા 2010માં પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી ચુકી છે, જ્યારે ઋષિકેશના પરમાર્થ આશ્રમમાં બિરાજમાન શિવની વિશાળ મૂર્તિને ગંગાની તેજ લહેરો પોતાનામાં વહાવી લઇ ગઇ હતી.

ધારી માતાની નારાજગી
સોશિયલ મીડિયામાં આ કારણોને લઇને ચર્ચા ચાલી રહી છે તે મુજબ આ વિનાશનું સૌથી પ્રથમ અને મોટું કારણ ધારી માતાનું વિસ્થાપન માનવામાં આવી રહ્યું છે.

અશુભ મૂહૂર્ત
સામાન્ય રીતે ચારધામની યાત્રાની શરૂઆત અક્ષય તૃતિયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલવાથી થાય છે. આ વર્ષે 12 મેના રોજ બપોર બાદ અક્ષય તૃતિયા શરૂ થઇ ગઇ હતી અને 13 તારીખના રોજ 12:24 સુધી અક્ષય તૃતિયાનું શુભ મુહૂર્ત હતું.

તીર્થોનું અપમાન
ઘણા શ્રદ્ધાળુ એવું માને છે કે લોકોમાં તીર્થો પ્રત્યે આસ્થા ઓછી થઇ હોવાથી આ વિનાશ સર્જાયો છે. અહી લોકો દર્શન કરવાની સાથે સાથે રજાઓ માણવા અને પિકનીક મનાવવા આવતાં હતા. આવા લોકોમાં ભક્તિ ઓછી અને દેખાડો વધારે હતો.

મેલી થતી ગંગા ગુસ્સે ભરાઇ
મંદાકિની, અલકનંદા અને ભાગીરથી મળીને ગંગા બને છે. કેટલાક શ્રદ્ધાળુને વિશ્વાસ છે કે ગંગા પોતાના મેલા સ્વરૂપ અને અપમાનના કારણે તેને આ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.












Click it and Unblock the Notifications
