સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીનો બેંગલુરુનો શો રદ્દ કેમ થયો?
બેંગલુરુના ગુડ શેફર્ડ ઑડિટોરિયમમાં તારીખ 28-11-2021 ના રોજ સાંજે પાંચ વાગ્યાનો કોમેડિયન મુનાવર ફારુકીનો શો 'ડોંગરી ટુ નોવ્હેર' પોલીસે વાંધો ઉઠાવતા રદ્દ કરવામાં આવ્યો છે. બેંગલુરુ પોલીસે ''શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દનો ભંગ'' થવાની ભિતીના આધારે ગંભીર વાંધો ઉઠાવતી નોટિસ પાઠવતા શો રદ કરવામાં આવ્યો છે.
આયોજકોના પ્રવક્તા સિદ્ધાર્થ દાસના જણાવ્યા અનુસાર ડોંગરી ટુ નોવ્હેર'' શોના આયોજકો અમે કાયદાનું પાલન કરતા નાગરિક છીએ' કહીને પોલીસ નોટિસને અનુસરવા સંમત થયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે પોલીસે આયોજકોને ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ શો થવો ન જોઈએ કારણ કે તેનાથી શાંતિ ભંગ થશે અને તે સાંપ્રદાયિક સૌહાર્દમાં વિક્ષેપ તરફ દોરી જશે. અમે તેમને મૌખિક અને લેખિતમાં જણાવ્યું છે કારણ કે શ્રી રામ સેના અને અન્ય સંસ્થાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મુનાવર ફારુકીની જાન્યુઆરીમાં ઈન્દોરમાં ધરપકડ કરવામાં આવી હતી અને શો માં તેણે આપત્તિજનક જોક'' સંભળાવ્યાની આશંકાને પગલે તેને કેદ કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે આપત્તિજનક જોક માટે તેની ધરપકડનો કેસ બન્યો હતો પરંતુ 'તેણે એવા જોક સંભળાવ્યા નહોતો.''
https://twitter.com/munawar0018/status/1464834752234471431
આયોજકોને લખેલા પત્રમાં પોલીસે કહ્યું છે: ''એવું જાણવા મળ્યું છે કે મુનાવર ફારુકી એક વિવાદાસ્પદ વ્યક્તિ છે કારણ કે તે અન્ય ધર્મના ભગવાનો પર વિવાદાસ્પદ નિવેદનો કરે છે. ઘણા રાજ્યોએ તેના કોમેડી શો પર પ્રતિબંધ મૂક્યો છે. જાણવા મળ્યું છે કે તેની વિરુદ્ધ તુકોગંજ પોલીસ સ્ટેશન, ઈન્દોર, મધ્યપ્રદેશમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય ઘણા રાજ્યોમાં પણ આવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.''
https://twitter.com/vinaysreeni/status/1464831693978685447
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે: અમને મળેલી આધારભૂત માહિતી અનુસાર, મુનાવર ફારુકી દ્વારા કરવામાં આવેલા આ સ્ટેન્ડ અપ કોમેડી શોનો અનેક સંસ્થાઓ વિરોધ કરી રહી છે અને તે અરાજકતા પેદા કરી શકે છે અને જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે. જે આગળ જતા કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી, એવું સૂચન કરવામાં આવે છે કે તમારે 28.11.2021 ના રોજ સાંજે 5 વાગ્યે ગુડ શેફર્ડ ઓડિટોરિયમમાં મુનાવર ફારુકીનો સ્ટેન્ડ-અપ કોમેડી શો રદ કરવો જોઈએ.''
પોલીસે ઓડિટોરિયમ સત્તાવાળાઓને પણ જાણ કરી છે કે તેઓએ શોની પરવાનગી આપી નથી કારણ કે તેમને મુશ્કેલી સર્જાવાની ભિતી છે.
જો કે, એડવોકેટ અને એક્ટિવિસ્ટ વિનય શ્રીનિવાસાએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે બેંગલુરુ પોલીસ 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી રહી છે. એ ચુકાદામાં પશ્ચિમ બંગાળની પોલીસને શોને સુરક્ષા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રીનિવાસાએ જણાવ્યું હતું કે, કોર્ટનો એ આદેશ ફિલ્મ ભોબિષ્યોતેર ભૂત'ના પ્રદર્શન સંબંધિત હતો.
એક ટ્વિટમાં, શ્રીનિવાસાએ એમ પણ કહ્યું હતું કે બેગલુરુના પોલીસ કમિશનર આયોજકો પર #મુનાવર ફારુકીના શોને રદ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. એમ કરીને તેમણે તેના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અને બેંગલુરુવાસીઓના માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. આ પગલું ઈન્ડેબિલિટી ક્રિએટિવ પ્રાઈવેટ લિમિટેડ અને બેનેટ કોલમેન કેસમાં સુપ્રિમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરે છે.
vinaysreenivasaએ રવિવાર, 28 નવેમ્બર, 2021 ના રોજ સવારે 11:11 વાગ્યે ટ્વિટ કર્યું:
હેલો @CPBlr આયોજકો પર #મુનાવરફારુકી શોને રદ કરવા માટે દબાણ કરીને, તમે તેના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અને બેંગલુરુવાસીઓના માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. તે ઈન્ડેબિલિટી ક્રિએટિવ પ્રાઈવેટ લિમિટેડ અને બેનેટ કોલમેન કેસમાં એસસીના આદેશોનું ઉલ્લંઘન છે.
ગુજરાતના વતની એવા મુનાવર ફારુકીની આ વર્ષના પ્રારંભે ઈન્દોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે એક મહિનાથી વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા. ભાજપના સ્થાનિક ધારાસભ્ય માલિની લક્ષ્મણ સિંહ ગૌડના પુત્ર એકલવ્ય સિંહ ગૌડે કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગુજરાતના આ સ્ટેન્ડ-અપ કોમેડિયને આપત્તિજનક જોક સંભળાવ્યા હતા.'' પોલીસે તેની આપત્તિજનક જોક'' સંભળાવવાના કેસમાં ધરપકડ કરી હતી જે તેણે સંભળાવ્યા જ નહોતા.
ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, રાયપુર અને ગોવામાં તેના શો રદ કરવામાં આવ્યા હતા.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો