For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Women's Equality Day: જાણો ક્યારથી અને કેમ મનાવવામાં આવે છે 'મહિલા સમાનતા દિવસ'?

અમેરિકામાં દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો તેના વિશે બધુ જ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકામાં દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા સમાનતા દિવસનો આ દિવસ લાંબા સંઘર્ષ પછી 1920માં યુએસએમાં મહિલાઓને સત્તાવાર મતદાન અધિકાર આપવાના નિર્ણયની યાદમાં ઉજવવામાં આવે છે. મહિલાઓને સમાન મતાધિકાર આપવા માટે 1920માં અમેરિકી બંધારણમાં ઓગણીસમાં સુધારાના રૂપમાં સુધારો કરવામાં આવ્યો હતો.

women

1920ના દાયકાના મધ્ય સુધીમાં 50માંથી 35 યુએસ રાજ્યોએ મહિલાઓને મત આપવાના અધિકાર માટેના કાયદાની તરફેણમાં મતદાન કર્યુ હતુ. જો કે, કાયદો પસાર કરવા માટે 3/4 એટલે કે 36 મતની જરૂર હતી. ચાર રાજ્યો, કનેક્ટિકટ, વરમોંટ, નોર્થ કેરોલિના અને ફ્લોરિડાએ વિવિધ કારણો દર્શાવીને દરખાસ્ત પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. બાકીના રાજ્યોએ સુધારાને સંપૂર્ણ રીતે ફગાવી દીધો હતો.

કેવી રીતે પાસ થયો કાયદો

કાયદામાં સુધારા હવે ટેનેસીના મત પર નિર્ભર હતો જે આખરે ઓગસ્ટ 18, 1920ના રોજ સુધારાને બહાલી આપનાર 36મુ રાજ્ય બન્યુ. પરંતુ મહિલા સમાનતા દિવસ આના છ દિવસ પછી એટલે કે 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આનુ કારણ એ છે કે બંધારણીય સુધારાને બહાલી આપવામાં આવી હોવા છતાં તે ચોક્કસ સરકારી અધિકારીઓ દ્વારા પ્રમાણિત ન થાય ત્યાં સુધી તે અધિકૃત ન હતુ, જે આ કેસમાં 26 ઓગસ્ટ, 1920ના રોજ કરવામાં આવ્યુ હતુ.

યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ બેનબ્રિજ કોલ્બી એ અધિકારી હતા જેઓ આ સુધારાને બહાલી આપવાના હતા. તેમણે 26 ઓગસ્ટ, 1920ના રોજ વૉશિંગ્ટન ડીસીમાં તેમના ઘરેથી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. તેથી આ તારીખે મહિલા સમાનતા દિવસની ઉજવણી થવા લાગી. તેથી જ અમેરિકામાં 26 ઓગસ્ટ, 1920થી મહિલા સમાનતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મહિલા સમાનતા દિવસની થીમ

આ વર્ષની મહિલા સમાનતા દિવસની થીમ ગયા વર્ષની જેમ જ છે. ગયા વર્ષની થીમ ''hard won'' હતી. જે સાર્વભૌમિક મતાધિકાર પર કેન્દ્રિત હતી. આ વર્ષની થીમ ''hard-won not done'' છે.

English summary
why we Celebrate Women’s Equality Day know History and Theme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X