સોશિયલ મીડિયા પર વાયરલ થયું આ મહિલાનું ગ્રોસરી લિસ્ટ

Written By:
Subscribe to Oneindia News

મેરિડ વર્કિંગ વુમનને એકસાથે ઘણી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ઓફિસ અને ઘરના કામ વચ્ચે બેલેન્સ જાળવવામાં આજકાલના હસબન્ડ પણ ખૂબ મદદરૂપ થતાં હોય છે. પરંતુ આપણી ઇન્ડિયન સોસાયટીના માનસ પ્રમાણે બહુ ઓછા પુરૂષોને ઘરના કામકાજ કરવાની આવડત હોય, આથી કેટલીક વાર પત્નીને મદદ કરવા જતા કામ બનવાની જગ્યાએ બગડી પણ જાય. એવું જ એક કામ છે, શાકભાજી લાવવાનું. બહુ ઓછા પુરૂષોને સરખા શાકભાજી લાવતા આવડતું હોય છે.

શાક લાવવાનું કામ છે પતિનું

શાક લાવવાનું કામ છે પતિનું

આથી પૂનાની એક પત્નીએ પતિ માટે એવું ગ્રોસરી લિસ્ટ બનાવ્યું, જે વાંચ્યા પછી શાક કે અન્ય વસ્તુઓ લાવવામાં ભૂલ થવાની કોઇ શક્યતા જ ન રહે. પૂનાની ઇરા ગોલવલકર નામની મહિલાએ પોતાના પતિ માટે આ લિસ્ટ બનાવ્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ઇરા અને પતિ ગૌરવે ઘરના કામો વહેંચી લીધા છે, જેમાં દર અઠવાડિયે શાક લાવવાનું કામ ગૌરવનું છે.

અનોખું ગ્રોસરી લિસ્ટ

અનોખું ગ્રોસરી લિસ્ટ

ઇરા અનુસાર ગૌરવ ખૂબ ખરાબ શાકભાજી લઇ આવતા હતા, આથી તેણે ધીરે-ધીરે સરખી વિગતો લખેલ શાકભાજીનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. આ લિસ્ટ જોઇને જ ખ્યાલ આવે છે કે, ખરાબ શાકભાજી ઘરે આવવાના અનેક અનુભવો બાદ આ લિસ્ટમાં એક પછી એક વિગતો ઉમેરાઇ હશે. જેમ કે, લીલો રંગના બટાકા કે કાણાંવાળી પાલકની ભાજી ન લાવવી.

ચિત્રો દોરીને સમજાવી વાત

ચિત્રો દોરીને સમજાવી વાત

આ લિસ્ટમાં ઇરાએ બટાકા, પાલક, મેથી વગેરે શાકો દોરીને પણ રાખ્યા છે. જેથી ગૌરવને શાક પસંદ કરવામાં ઝાઝી મુશ્કેલી ન પડે અને કંઇ ભૂલી જવાની પણ સમસ્યા ઊભી ન થાય. ઇરાએ કહ્યું હતું કે, મારા માટે શાકભાજી તાજા હોય એ જરૂરી છે. ગૌરવ શાકભાજીની ખરીદીમાં વધારે સમય નથી વેડફતા, તેમને જે મળે કે શાકવાળો જે આપે તે ઊંચકીને લઇ આવે છે. ઘણીવાર એવું પણ થયું છે કે, મારે શાકવાળા પાસે જઇને શાક બદલાવવું પડ્યું હોય. (ફોટો સાભાર: ઇરા ગોલવલકર, ફેસબૂક)

સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ

આથી ઇરાએ આખરે આ રસ્તો શોધ્યો. તે શાકના નામ અને માપ ઉપરાંત જરૂરી તમામ વિગતો પણ ચિત્રો સાથે લિસ્ટમાં લખી લે છે. આ લિસ્ટમાં તેણે દૂધનું પેકેટ કયા રંગનું લાવવું અને બટર કઇ દુકાનમાંથી ખરીદવું એ પણ લખ્યું છે. ત્યાર બાદ ઇરાએ આ લિસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુક્યું હતું, જે તુરંત વાયરલ થઇ ગયું. શાકભાજી લાવવાની સમજ ના હોય એવા ઘણા લોકો માટે આ લિસ્ટ ઉપયોગી થઇ પડ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો ઇરાના ખૂબ વખાણ કરી રહ્યાં છે અને સાથે જ કેટલાકે તેને શાક માટે આપેલ વિગતોનું કારણ પૂછતાં તેણે તેનો પણ ઉપર મુજબ જવાબ વાળ્યો છે.

English summary
Wife Gave Husband A Hilarious Grocery List That Went Viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.