શહીદની પત્નીના અનશન જારી, શિર પરત લેવાની માંગ

જોકે શનિવારે સાંજે એવા સમાચાર આવ્યા હતા કે સરકારી અધિકારીઓ શહીદના ગામે ગઇ હતી અને પરિવારે ભૂખ હડતાળ ખત્મ કરી નાખી હતી. પરંતુ રવિવારે શહીદના પરિવારવાળાઆએ ફરીથી અનશન પર ઉતરી ગયા હતા. શહીદ હેમરાજના ભાઇએ રવિવારે જણાવ્યું કે અનશન સરકારી દબાણ હેઠળ તોડવામાં આવ્યું હતું, પરંતુ હવે કોઇપણ દબાણ આવે અમે અમારી માંગ પૂરી નહી થાય ત્યા સુંધી અનશન કરીશું.
ઉલ્લેખનીય છે કે આઠ જાન્યુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સિઝફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ ભારતના લાંસનાયક હેમરાજ સહિત બે સૈનિકોની હત્યા કરી દીધી હતી અને હેમરાજનું સર કલમ કરી નાખ્યું હતું.
લાંસનાયકની પત્ની ધર્મવતીની તબિયત ભૂખ હડતાળના કારણે ખુબ જ લથડી ગઇ છે. ધર્મવતી અચાનક બેહોશ થઇને પોતાની સાસુમાં મીના દેવીના ખોળામાં પડી ગઇ હતી. તેમના ચહેરા પર પાણીનો છંટકાવ કરવાથી તેમને ભાન આવ્યું હતું. પાડોશીઓએ જણાવ્યું છે કે હેમરાજની મા અને પત્નીએ તેની શહીદ થયાના સમાચાર મેળવ્યા પછી અન્નનો એક દાણો પણ નથી ખાધો.












Click it and Unblock the Notifications
