For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter session round up : વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં ઘણા બીલ પાસ થયા

સોમવારના રોજ સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા હોબાળો થયો હતો, જેના કારણે કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી.

|
Google Oneindia Gujarati News

Winter session round up : સોમવારના રોજ સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ દ્વારા હોબાળો થયો હતો, જેના કારણે કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી હતી.

Parliament

સમગ્ર શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિરોધ પક્ષોના નેતાઓએ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી ચર્ચામાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો, જ્યારે લોકસભામાં નેતાઓએ લખીમપુર ખેરી ઘટના સહિત કેટલાક મુદ્દાઓ પર હોબાળો કર્યો હતો.

આ દરમિયાન કેન્દ્ર સરકારે સંસદમાં મડાગાંઠ ખતમ કરવા માટે ચાર પક્ષો સાથે બેઠક બોલાવી હતી, પરંતુ અન્ય વિપક્ષી દળોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, બેઠકમાં માત્ર ચાર પક્ષોને જ કેમ બોલાવવામાં આવ્યા હતા. હોબાળા વચ્ચે સરકારે ચૂંટણી કાયદા (સુધારા) બીલ લોકસભામાં પસાર કર્યું હતું.

લખીમપુર ખેરી હિંસા મુદ્દે વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે લોકસભાએ સોમવારના રોજ મતદાર યાદીના ડેટાને આધાર ઇકોસિસ્ટમ સાથે લિંક કરવા માટેનું બીલ પસાર કર્યું હતું.

ચૂંટણી કાયદા (સુધારા) બીલ, 2021 કાયદા પ્રધાન કિરેન રિજિજુ દ્વારા હાથ ધરવામાં આવેલી ટૂંકી ચર્ચા બાદ અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કેટલાક વિપક્ષી સભ્યોએ તેને સંસદીય પેનલને મોકલવાની માગ કરી હતી.

આ બીલ ચૂંટણી નોંધણી અધિકારીઓને એવી વ્યક્તિઓના આધાર નંબર શોધવાની મંજૂરી આપે છે, જેઓ 'ઓળખ સ્થાપિત કરવાના હેતુથી' મતદાર તરીકે નોંધણી કરાવવા માગે છે.

જો કે, કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોએ બીલનો વિરોધ કરતા કહ્યું કે, તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરશે. બીલનો વિરોધ કરતા, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ માગ કરી હતી કે, બીલને સંબંધિત સ્થાયી સમિતિને તપાસ માટે મોકલવામાં આવે.

તેમણે દાવો કર્યો હતો કે, આ બીલ લોકોની વ્યક્તિગત સ્વતંત્રતામાં ઘટાડો કરશે. અમારી પાસે ડેટા સંરક્ષણ કાયદા નથી. તમે લોકો પર આ પ્રકારના બીલને બુલડોઝ કરી શકતા નથી.

English summary
Parliament Roundup Several bills passed in Lok Sabha amidst uproar by the opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X