દિલ્હી બાદ ત્રિપુરામાં ગેંગરેપ, મહિલાને કરી નિવસ્ત્ર
અગરતલા, 23 ડિસેમ્બર: ત્રિપુરામાં એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજારી, મારપીટ કરી અને તેને ખુલ્લેઆમ નિવસ્ત્ર કરી એક ઝાડ સાથે બાંધવામાં આવી હતી. પોલીસે આ જાણકારી શનિવારે આપી હતી. એક પોલીસ અધિકારીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે પશ્વિમી ત્રિપુરાના બિશાલગઢમાં બુધવારે રાત્રે 37 વર્ષીય એક મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેને નિવસ્ત્ર કરવામાં આવી અને નિર્દયતા પૂર્વક તેને ફટકારીને ઝાડ સાથે બાંધવામાં આવી હતી.
પીડીતાની ફરિયાદના આધારે પોલીસ તાત્કાલીક હરકતમાં આવી ગઇ હતી અને સાત લોકોની ધરપકડ કરી દિધી છે. હજુ સુધી મુખ્ય આરોપી સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ મહિલાને તેના ઘરમાંથી બળજબરીપૂર્વક ખેંચી લઇ જાહેરમાં લઇ જવામાં આવી હતી પરંતુ ત્યાં હાજર લોકોએ પીડીતાની મદદ કરી ન હતી. પીડીતા પાંચ બાળકોની માતા છે.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ ધટનામાં મહિલાના પતિની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. આ દરમિયાન ત્રિપુરામાં મહિલા આયોગના અધ્યક્ષ પૂર્ણિમા રોયએ આ ક્રૂરતાપૂર્ણ ઘટનાની આકરી નિંદા કરી છે અને પોલીસે ગુનેગારો વિરૂદ્ધ સખત કાર્યવાહીનું કહ્યું છે. આ ઘટનાના વિરોધમાં બિશાલગઢમાં લોકોએ એક રેલી આયોજીત કરી છે.