દિલ્હીમાં નેપાળની યુવતી સાથે ગેંગરેપ અને અમાનુષી કૃત્ય

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી ના પોશ વિસ્તાર ગણાતા પાંડવનગરમાં એક એન્જિનિયરે તેના ચાર સાથીદારો સાથે મળીને 28 વર્ષીય નેપાળી યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. મૂળ નેપાળની આ યુવતીને તેણે એક ફ્લેટમાં બંધક બનાવી હતી.

girl gang rape

યુવતીએ વિરોધ કરતાં તેને નિર્વસ્ત્ર અવસ્થામાં બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. તે આખી રાત મદદ માટે બૂમો પાડતી રહી. આખરે સવારે તેને તક મળતાં તે ફ્લેટના પહેલા માળેથી નીચે કૂદી ગઇ હતી. એથી પણ વધુ શરમજનક બીના એ હતી કે, પીડિતા રસ્તા પર નિર્વસ્ત્ર દોડતી રહી અને મદદ માંગતી રહી, પરંતુ કોઇએ આગળ આવી તેની મદદ ન કરી. આખરે તે એક રિક્ષામાં બેસી નજીકના પોલીસ સ્ટેશને પહોંચી હતી તથા સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી હતી.

પોલીસે પીડિતાને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાર બાદ તેની ફરિયાદના આધારે સામુહિક દુષ્કર્મ, અમાનવીય કૃત્ય, મારપીટ તથા હત્યાની ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરી એન્જિનિયર તથા તેના ચાર સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય ચાર આરોપીઓ નોઇડામાં એક બીપીઓમાં કામ કરે છે. તેમની ઓળખાણ નવીન દેશમુખ, પ્રતીક કુમાર, વિકાસ મેહરા, સર્વજીત અને લક્ષ્ય તરીકે કરવામાં આવી છે.

આ છે સંપૂર્ણ ઘટનાક્રમ

પોલીસે આપેલી જાણકારી અનુસાર, 28 વર્ષીય અને નેપાળી મૂળની પીડિતા પોતાના પરિવાર સાથે મુનિરકામાં રહે છે, તેને બે બાળકો પણ છે. પાંડવ નગરમાં રહેતા નવીન દેશમુખ સાથે તેને ઓળખાણ હતી. શનિવારે સાંજે તેને ફરવા લઇ જવાના બહાને નવીન તેને ફ્લેટ પર લઇ ગયો હતો, જ્યાં નવીનના ચાર મિત્રો પ્રતિક, વિકાસ મેહરા, સર્વજીત અને લક્ષ્ય પહેલેથી જ હાજર હતા. આરોપીઓએ યુવતીને ફ્લેટમા બંધક બનાવી દીધી. પહેલાં એ લોકોએ દારૂ પીધો અને ત્યાર બાદ યુવતીને જીવથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું. એક આરોપીએ અમાનુષી કૃત્ય પણ કર્યું અને ત્યારબાદ તેને બાથરૂમ બંધ કરી દેવામાં આવી.

અહીં વાંચો - આ તે કેવું? 18 હજાર માળા ફેરવી તો દુષ્કર્મની સજા માફ?

રવિવારની સવારે લગભગ 5.30 વાગે પીડિતા પહેલા માળેથી નીચે કૂદી ગઇ હતી. તેના બંન્ને પગમાં આ કારણે ઇજા થઇ હતી. તે રિક્ષા કરી પાંડવનગર પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી, ફરિયાદ નોંધી અલગ-અલગ જગ્યાઓએથી પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

English summary
Five BPO employees were arrested on Sunday for allegedly raping a 30-year-old woman from Nepal. The woman told police that the men locked her in a flat in east Delhi’s Pandav Nagar.
Please Wait while comments are loading...