હૈવાનિયતની હદ: કબ્રમાંથી લાશ નીકાળી કર્યો બળાત્કાર

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના જિલ્લા ગાઝિયાબાદમાં એક તેવી ધટના બની છે જેનાથી માણસાઇ અને હૈવાનિયતની પણ હદ પાર થઇ ગઇ હોય તેવું લાગે છે. અહીંના ભોજપુર ગામમાં 22 વર્ષની છોકરીની લાશને તેની કબરમાંથી નીકાળીને તેની સાથે બળાત્કાર કર્યો તેવો કિસ્સો બહાર આવ્યો છે. બળાત્કારની આશંકા એટલા માટે લાગે છે કે તેની લાશને કબરથી લગભગ 20 ફૂટ દૂર લઇ જવામાં આવી હતી. અને તેના શરીર પર એક કપડા નહતા.

પોલિસથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ આ 22 વર્ષીય યુવતીની મૃત્યુ ગુરવારે થઇ હતી. તેને હાર્ટએટક આવ્યો હતો. ગુરુવાર રાતે તેને ગામના કબ્રસ્થાનમાં દફનાવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે પરિવારના લોકો તેની કબર પાસે પહોંચ્યા તો ત્યાં લાશ નહતી. લાશની શોધખોળ કરતા તે કબરથી થોડી દૂર મળી હતી. જે બાદ પરિવારજનોએ પોલિસને જાણ કરી હતી.

rape

પોલિસે પણ શબ પર કોઇ પણ કપડા નહતા જોયા વધુમાં તેની મૃત શરીર જોડે છેડતી થઇ હોય તેવું પ્રથમ તપાસમાં દેખાઇ રહ્યું હતું. જે બાદ પોલિસે શબને પોસ્ટમાર્ટમમાં મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ પેનલનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં ફોરેન્સિક ટીમ તે જગ્યાથી ફિંગર પ્રિન્ટ અને અન્ય નમૂના પણ એકઠા કર્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.

English summary
The body of a 22-year-old woman was found lying several meters outside her grave at Talheta in Ghaziabad’s Modi Nagar on Friday, family members said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.