For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની એક માત્ર જનજાતિ, જ્યાં મહિલાઓ પુરી જીંદગીમાં માત્ર એક વખત સ્નાન કરે છે!

આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. એક તરફ માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી રહ્યો છે તો બીજી તરફ કેટલીક જનજાતિઓ એવી પણ છે જે હજુ પણ સદીઓ પાછળ જીવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આ દુનિયા વિવિધતાથી ભરેલી છે. એક તરફ માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી રહ્યો છે તો બીજી તરફ કેટલીક જનજાતિઓ એવી પણ છે જે હજુ પણ સદીઓ પાછળ જીવે છે. આજે આપણે એવી જ એક જનજાતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ જનજાતિની પરંપરા અન્ય જનજાતિ કરતા ઘણી અલગ છે.

દુનિયાની અનોખી જનજાતિ

દુનિયાની અનોખી જનજાતિ

કોઈ તમને એક દિવસ પણ સ્નાન કર્યા વગર રહેવાનું કહે તો પણ દિવસ પુરો કરવો મુશ્કેલ બની જતો હોય છે ત્યારે આ દુનિયામાં એક જનજાતિ એવી છે, જેની મહિલાઓ જીવનભરમાં માત્ર એક વખત ન્હાય છે. પરંપરા અનુસાર, આ મહિલા તેમના લગ્ન થાય ત્યારે જ એક વખત ન્હાય છે. જે બાદ તે ક્યારેય પાણીને સ્પર્શ કરતી નથી.

આ જનજાતિની મહિલાઓ ક્યારેય સ્નાન કરતી નથી

આ જનજાતિની મહિલાઓ ક્યારેય સ્નાન કરતી નથી

આ જનજાતિની મહિલાઓને નહાવાની મનાઈ હોય છે. તે તેના જીવનમાં તેના લગ્ન થાય ત્યારે એક વખત જ ન્હાય છે. જો કે ન ન્હાવા છત્તા પણ આ મહિલાઓ સૌથી ખૂબસુરત માનવામાં આવે છે.

હિમ્બા જનજાતિ તેની પરંપરા માટે પ્રખ્યાત છે

હિમ્બા જનજાતિ તેની પરંપરા માટે પ્રખ્યાત છે

આપણે આજે જે જનજાતિની વાત કરી રહ્યા છીએ તે નામીબિયાની હિમ્બા જનજાતિની છે. આ જનજાતિ તેની પરંપરાઓ માટે પ્રખ્યાત છે. 50 હજારની વસ્તી ધરાવતી આ જનજાતિ મુળ નિવાસી છે. આ જનજાતિના લોકો કુનેન એટલે કે કાકોલેન્ડ નામે ઓળખાતા અંગોલામાં કુનેન નદીની બીજી બાજુ મળી આવે છે.

સ્નાન ન કરવાની જગ્યાએ ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે છે

સ્નાન ન કરવાની જગ્યાએ ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે છે

તમને પહેલી વાર સાંભળતા લાગે કે સ્નાન કર્યા વગર કેવી રીતે જીવી શકાય? જો કે આ મહિલાઓ સ્નાન ન કરવાની જગ્યાએ ખાસ ઔષધિઓનો ઉપયોગ કરે છે અને તેના ધુમાડાથી પોતાના શરીરને ફ્રેસ રાખે છે. આ ઔષધિની સુગંધથી તેમના શરીરમાં સારી સુગંધ આવે છે અને આ ધુમાડો તેમના શરીરમાં તાજગી આપે છે અને કીટાણુઓનો પણ નાશ કરે છે.

મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની મનાઈ છે

મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની મનાઈ છે

આ મહિલાઓ તેના જીવનમાં ફક્ત એક જ વખત એટલા માટે સ્નાન કરે છે, કારણ કે પરંપરા અનુસાર, તેમને પાણીને અડવાની મનાઈ હોય છે. આ પરંપરાને કારણે મહિલાઓ કપડા ધોવા સહિતના કોઈ કામ કરતી નથી.

આ જનજાતિ ખાસ લોશનનો ઉપયોગ કરે છે

આ જનજાતિ ખાસ લોશનનો ઉપયોગ કરે છે

આ જનજાતિની મહિલાઓ શરીરને તાપથી બચાવવા માટે પ્રાણીઓની ચરબી અને હેમેટાઈટના દ્રાવણથી બનેલા ખાસ લોશનનો ઉપયોગ કરે છે. હેમેટાઈટના કારણે તેમની ત્વચાનો રંગ લાલ થઈ જાય છે. આ ખાસ લોશન તેમને જંતુના કરડવાથી પણ બચાવે છે.

English summary
Women of this tribe bathe only once in their lifetime!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X