UKથી પાછી આવેલી એંગ્લો-ઈન્ડિયન મહિલામાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેન, આઈસોલેશન સેન્ટરથી ભાગી હતી
યુનાઈટેડ કિંગડમથી પાછા આવેલા 6 લોકોમાં આ નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા છે.
Anglo-Indian women ,who reached Andhra Pradesh escaping isolation tested positive: ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે. મંગળવારે ભારત સરકાર તરફથી જાહેર કરાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે યુનાઈટેડ કિંગડમથી પાછા આવેલા 6 લોકોમાં આ નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા છે. વળી, ત્યાં એક એંગ્લો ઈન્ડિયન મહિલા કે જે યુકેથી પાછી આવ્યા બાદ ચૂપકેથી ટ્રેન દ્વારા આંધ્ર પ્રદેશ પહોંચી હતી તેમાં પણ કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે.

મળતી માહિતી મુજબ 47 વર્ષની મહિલા 21 ડિસેમ્બરે યુકેથી ઈન્ડિયા પાછી આવી હતી પરંતુ દિલ્લી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને તેમના દીકરા સાથે આઈસોલેશન સેન્ટર મોકલવામાં આવ્યા હતા પરંતુ તે મહિલા ત્યાંથી પોતાના દીકરા સાથે ભાગી ગઈ અને સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાા હોમટાઉમ રાજમુંદરી પહોંચી પરંતુ મંગળવારે સરકારના રિપોર્ટમાં તેનામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો ત્યારપબાદ તેની શોધ ચાલુ થઈ અને છેવટે તેના લોકેશનને ટ્રેક કરી શકાયુ અને જાણવા મળ્યુ કે તે પોતાના ઘરે જ છે. ત્યારબાદ તેને અને તેના દીકરાને રાજ્ય સરકારના ક્વરંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હાલમાં તેના દીકરાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જીનોમ સીક્વન્સિંગ કરવામાં આવશેઃ આરોગ્ય મંત્રાલય
તમને જણાવી દઈએ ક ભારતમાં UKથી પાછા આવેલા 6 લોકોમાં આ ખતરનાક કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આમ તો ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની વાત સામે આવતા પહેલા જ સરકારે 31 ડિસેમ્બર સુધી યુકેથી આવતી બધી ફ્લાઈટ પર રોક લગાવી રાખી છે. હાલમાં આરોગ્ય મંત્રાલયે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે જે મુજબ બધી આંતરરાષ્ટ્રીય યાત્રી જે છેલ્લા 14 દિવસ(9 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2020 સુધી) દરમિયાન ભારત આવ્યા છે જો તેમનામાં કોરોનાના લક્ષણ હોય અને તે પૉઝિટિવ મળે તો તેમનુ જીનોમ સીક્વન્સિંગ (Genome Sequencing)કરવામાં આવશે.
કેમ બહુ ખતરનાક છે કોરોનાનો નવો સ્ટ્રેન?
કોરોનાના નવા સ્ટ્રેન વિશે હજુ સ્થિતિ બહુ સ્પષ્ટ નથી પરંતુ જે પણ માહિતી સામે આવી છે તે મુજબ નવો સ્ટ્રેન સામાન્ય સ્ટ્રેનની સરખામણીમાં ત્રણ ગણો વધુ સંક્રમક છે. તે એક સાથે ત્રણસો લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. એવુ અનુમાન છે કે નવો સ્ટ્રેન કોઈ ગંભીર રીતે બિમાર કોરોના દર્દીમાં હોઈ શકે છે જેને પ્લાઝમા થેરેપી સાથે રેમડેસિવર દવા આપવામાં આવી રહી છે. હાલમાં આના પર શોધ ચાલુ છે.