સપા સાંસદ નરેશ અગ્રવાલે રાજ્યસભામાં કર્યો અસંસદીય શબ્દપ્રયોગ, થયો હોબાળો

Subscribe to Oneindia News

સંસદનું શિયાળુ સત્ર 16 નવેમ્બરે શરુ થયા બાદ પણ નોટબંધીને કારણે હોબાળો ચાલ્યા જ કરે છે. છેલ્લા 20 દિવસોમાં રોજ સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી સ્થગિત થાય છે. સોમવારે ફરી એક વાર સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સપા સાંસદ નરેશ અગ્રવાલે પ્રયોગ કરેલા શબ્દોને કારણે હોબાળો મચી ગયો. નરેશ અગ્રવાલે સત્તા પક્ષને લઇને એક એવા શબ્દનો પ્રયોગ કર્યો જેના પર પક્ષે ભારે હોબાળો કરી દીધો.

naresh

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ તે શબ્દને લઇને પોતાનો વાંધો દર્શાવ્યો અને તે અપશબ્દને ગૃહની કાર્યવાહીમાંથી બહાર કરવાની માંગ કરી. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પી જે કુરિયને નરેશ અગ્રવાલના કહેલા એ શબ્દને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખ્યુ હતુ. બાદમાં આના પર ભારે હોબાળો થયો અને રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.

રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને વિમુદ્રીકરણને લઇને ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસે કહ્યુ કે જ્યારે તે સરકારમાં હતા ત્યારે દરેક બોલ હિટ વિકેટ થતા હતા અને હવે જ્યારે વિપક્ષમાં છે તો દરેક બોલને નો બોલ કહે છે.

આના પર ટીપ્પણી કરતા સપા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યુ કે આ લોકો સત્તામાં બેસીને.... કરી રહ્યા છે. આના પર મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યુ કે સપા સાંસદે કરેલા શબ્દપ્રયોગની અમે નિંદા કરીએ છીએ. આ અસંસદીય શબ્દ છે અને આને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખવો જોઇએ. બાદમાં આ શબ્દને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ સંસદમાં હોબાળો તો ચાલુ જ રહ્યો હતો જેના કારણે ગૃહની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.

English summary
Word used by MP Naresh Agarwaal has been expunged as it was unparliamentary: PJ Kurien
Please Wait while comments are loading...