For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ બેંક તરફથી ભારતને 1 બિલિયન ડૉલરની મદદ મળી

વર્લ્ડ બેંક તરફથી ભારતને 1 બિલિયન ડૉલરની મદદ મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિશ્વ બેંક તરફથી ભારતમાં સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમ માટે એક બિલિયન ડૉલરનું પેકેજ આપવાનું એલાન કર્યું છે. બીજી તરફ ભારતમાં વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર જુનૈદ અહમદે કહ્યું કે સોશિયલ ડિસ્ટેન્સિંગને કારણે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી થઈ ગઈ છે. ભારત સરકારે ગરબી કલ્યાણ યોજના પર ધ્યાન આપ્યું છે જેથી ગરીબોની રક્ષા થઈ શકે.

world bank

અર્થવ્યવસ્થાને શરૂ કરવી જરૂરી

જુનૈદ અહમદે કહ્યુ કે સ્વાસ્થ્ય ક્ષેત્ર તરફથી મળતા પડકારો પૂરા કરવા અને એવા હાલાત પેદા કરવા જ્યાં અર્થવ્યવસ્થા ફરીથી શરૂ કરી શકાય તે ઘણું મહત્વનું છે. આ બધાની વચ્ચે દુનિયાભરના 300થી વધુ સાંસદો અને નીતિ નિર્ધારકોએ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક પર જોર આપ્યું છે કે કોરોના વાયરસના કારણે બહુ વધુ ગરીબ દેશોનો કરજો ખતમ કરે અને આર્થિક સંકટથી બચવા માટે આર્થિક સહાયતા વધારો. આ અપીલ વિશ્વ બેંક અને આઈએમએફના પ્રમુખો ઉપરાંત અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાકી આંતરરાષ્ટ્રીય નેતાઓને મોકલેલ ચિઠ્ઠીમાં કહેવામાં આવી છે. સાંસદોએ બંને સંસ્શતાઓને 15 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. આઈએમએફની મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલીના જારજિયા કહી ચૂક્યા છે કે સંગઠન વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય આઉટપુટની ભવિષ્યવાણી પર પણ વિચાર કરી રહ્યું છે. તેમનું કહેવું હતું કે વિકાસશીલ દેશોને આ સંકટથી નિપટવા માટે અઢી ખર્વ ડૉલરથી વધુની નાણાકીય મદદની આવશ્યકતા હશે.

સિક્કિમઃ હિમસ્ખલનના લપેટામાં આવવાથી લેફ્ટિનેન્ટ કર્નલ અને જવાન શહીદસિક્કિમઃ હિમસ્ખલનના લપેટામાં આવવાથી લેફ્ટિનેન્ટ કર્નલ અને જવાન શહીદ

English summary
World Bank announces 1 billion dollar package for India know in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X