For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં વર્લ્ડ ક્લાસ એસ્ટ્રો-ટર્ફ મેદાનનુ ઉદઘાટન, મનીષ સિસોદિયાએ કહ્યુ - ભાવિ હૉકી ખેલાડીઓને મળશે મદદ

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે દિલ્લીમાં આર્ટિફિશિયલ હૉકી મેદાનનુ ઉદ્ઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે દિલ્લીમાં આર્ટિફિશિયલ હૉકી મેદાનનુ ઉદ્ઘાટન કર્યુ. રાજધાનીમાં વિવેક વિહારમાં આવેલી વિવેકાનંદ કૉલેજમાં નવા હૉકી મેદાનનુ ઉદ્ઘાટન કર્યા બાદ સિસોદિયાએ કહ્યુ કે હૉકી ખેલાડીઓ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ હવે દિવસની સાથે સાથે રાત્રે પણ પ્રેક્ટિસ કરી શકશે.

manish sisodia

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને ઉદ્ઘાટન સમારંભની તસવીરો શેર કરી અને લખ્યુ કે સ્પીકર રામ નિવાસ ગોયલજી સાથે વિવેકાનંદ કૉલેજમાં અરવિંદ કેજરીવાલ સરકારના વર્લ્ડ ક્લાસ એસ્ટ્રો-ટર્ફ હૉકી ગ્રાઉન્ડનુ ઉદ્ઘાટન કર્યુ. આ વર્લ્ડ ક્લાસ એસ્ટ્રો-ટર્ફ ક્ષેત્ર આપણા ભાવિ હૉકી ખેલાડીઓને આગળ વધવામાં અને દેશ માટે શાનદાર પ્રદર્શન કરવામાં મદદ કરશે.

તમને જણાવી દઈએ કે આ એસ્ટ્રો ટર્ફમાં ચાર હાઈ-માસ્ટ ફ્લડ લાઈટ્સ છે. જેથી ખેલાડીઓ રાત્રે પણ પ્રેક્ટિસ કરી શકે. છ ઑટોમેટિક વોટર સ્પ્રિંકલર પણ લગાવવામાં આવ્યા છે. આધુનિક રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ ઉપરાંત જમીન માટે અલગથી ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે. ટર્ફ હેઠળ 1.5 લાખ લિટરની ક્ષમતાની પાણી સંગ્રહ ટાંકી બનાવવામાં આવી છે.

મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી સરકારે હૉકીને પ્રોત્સાહન આપવા માટે ચાર મેદાન તૈયાર કર્યા છે. જેથી યુવાઓમાં રાષ્ટ્રીય રમતને લોકપ્રિય બનાવવામાં મદદ મળે. તેમણે કહ્યુ કે છેલ્લાં આઠ વર્ષમાં દિલ્લી સરકારે રમતગમતનુ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અથાગ મહેનત કરી છે જેથી આપણા ઉભરતા ખેલાડીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરીને દેશનુ નામ રોશન કરી શકે.

English summary
World class Astro-turf ground inaugurated in Delhi, Future hockey players will get help said Manish Sisodia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X