For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 1% લોકો પાસે આખા દેશના બજેટથી પણ વધુ પૈસા, વધ્યુ અમીરી-ગરીબી વચ્ચેનુ અંતર

ભારતમાં ગરીબી અને અમીરી વિશે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેનાથી સ્પષ્ટ માલુમ પડી રહ્યુ છે કે અમીરી અને ગરીબી વચ્ચેનુ અંતર ઘટ્યુ નથી પરંતુ વધી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ગરીબી અને અમીરી વિશે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેનાથી સ્પષ્ટ માલુમ પડી રહ્યુ છે કે અમીરી અને ગરીબી વચ્ચેનુ અંતર ઘટ્યુ નથી પરંતુ વધી ગયુ છે. રિપોર્ટ મુજબ ભારતના 1% ખૂબ જ અમીર લોકો પાસે દેશના કુલ 95.3 કરોડ લોકોથી લગભગ ચાર ગણા વધુ પૈસા છે. આ લોકો પાસે એટલી સંપત્તિ છે કે આમાં દેશના આખા એક વર્ષનુ બજેટ બની જાય. આ વાત વિશ્વ આર્થિક મંચ (World Economic Forum)ની વાર્ષિક બેઠકમાં જારી એક અધ્યયન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે.

63 અબજપતિઓ પાસે બજેટથી પણ વધુ સંપત્તિ

63 અબજપતિઓ પાસે બજેટથી પણ વધુ સંપત્તિ

સ્વિત્ઝરલેન્ડના દાવોસ શહેરમાં ડબ્લ્યુઈએફની 50મી વાર્ષિક બેઠક થઈ. જેમાં ઑક્સફેમ કંફેડરેશનના ટાઈમ ટુ કેર નામથી આ રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટ અનુસાર, દુનિયાના કુલ 2,153 અબજપતિઓ પાસે ધરતીની કુલ વસ્તીના 60 ટકા હિસ્સો રાખનારા 4.6 અબજ લોકોથી પણ વધુ સંપત્તિ છે. વળી, ભારત વિસે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અહીંના 63 અબજપતિઓ પાસે દેશના કુલ બજેટથી પણ વધુ સંપત્તિ છે. આ બાબતે વર્ષ 2018-2019ના બજેટનો સંદર્ભ લેવામાં આવ્યો છે.

અમીરોની સંપત્તિ એક દશકમાં બમણી થઈ

અમીરોની સંપત્તિ એક દશકમાં બમણી થઈ

રિપોર્ટ અનુસાર માત્ર ભારત નહિ પરંતુ દુનિયાભરમાં અમીરો અને ગરીબો વચ્ચેનુ અંતર વધતુ જઈ રહ્યુ છે. મોટાભાગના અમીરોની સંપત્તિ એક દશકમાં બમણી થઈ ચૂકી છે. વળી, જો સંયુક્ત રીતે જોઈએ તો તેમની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં થોડી ઘટી છે. રિપોર્ટ રજૂ કરનાર ઑક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યુ, ‘અમીરો અને ગરીબો વચ્ચેનુ અંતર વધતુ જઈ રહ્યુ છે. આ અસમાનતાને ઘટાડનાર નીતિઓને લાવ્યા વિના તેને ખતમ ન કરી શકાય. ઘણી ઓછી સરકારો આવુ કરી રહી છે.'

દુનિયાની અડધી જીડીપી પ્રકૃતિ પર નિર્ભર

દુનિયાની અડધી જીડીપી પ્રકૃતિ પર નિર્ભર

અભ્યાસમાં 163 ઔદ્યોગિક ક્ષેત્ર અને તેની સપ્લાઈ સીરિઝનુ પણ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. જેનાથી એ માલુમ પડ્યુ છે કે દુનિયાની લગભગ અડધી જીડીપી પ્રકૃતિ પર અથવા તેનાથી મળતી સેવાઓ પર જ નિર્ભર છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રકૃતિ પર જ દુનિયાની 44,000 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા નિર્ભર કરે છે. જે દુનિયાની જીડીપીના લગભગ અડધા છે.

આ પણ વાંચોઃ Budget 2020: હલવા સેરેમની સાથે આજથી શરૂ થશે બજેટના દસ્તાવેજોનુ છાપકામઆ પણ વાંચોઃ Budget 2020: હલવા સેરેમની સાથે આજથી શરૂ થશે બજેટના દસ્તાવેજોનુ છાપકામ

English summary
world economic forum study says one percent billionaires in india have more wealth than one year country's budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X