For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday ડૉ. એપીજે અબ્દુલ કલામ, શું તમે જાણો છો 3 બાળકોના પિતા હતા કલામ...

કલામ સાહેબે સ્મિત કર્યુ અને ખૂબ શાલીનતાથી બોલ્યા કે ના તમે ખોટા છો મારા ત્રણ બાળકો છે.

|
Google Oneindia Gujarati News

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી લોકપ્રિય એપીજે અબ્દુલ કલામની જયંતિ છે. તેઓ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતા. ભારતરત્નથી સમ્માનિત થઈ ચૂકેલ અબ્દુલ કલામને જનાતાના રાષ્ટ્રપતિ પણ કહેવામાં આવે છે. કલામ સાહેબનું જીવનના દરેક પાસાં લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. કલામે એ સાબિત કર્યુ કે વ્યક્તિ પોતાના કર્મો અને જ્ઞાનથી જ મોટો બને છે નહિ કે કપડા અને પૈસાથી.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટરઆ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરનું માથુ વાઢી આપનારને 1 કરોડનું ઈનામ, યુપીમાં લાગ્યા પોસ્ટર

કલામે નહોતા કર્યા લગ્ન...

કલામે નહોતા કર્યા લગ્ન...

આખી દુનિયા જાણે છે કે બાળકોના ખૂબ જ પ્રિય કલામ સાહેબનું સમગ્ર જીવન એકલા વીત્યુ છે. તેમણે લગ્ન કર્યા નહોતા અને પોતાનો પરિવાર પણ નહોતો વધાર્યો તેમછતાં તેમના બાળકો હતા અને આ વાત ત્યારે સામે આવી જ્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમની પર્સનલ લાઈફ વિશે પૂછવામાં આવ્યુ હતુ. એક વાર રાષ્ટ્રપતિ ભવનમાં કલામ સાહેબ બાળકો વચ્ચે ઘેરાયેલા હતા.

કલામે કહ્યુ - મારા ત્રણ બાળકો છે...

કલામે કહ્યુ - મારા ત્રણ બાળકો છે...

ત્યારે ત્યાં ઈન્ટરવ્યુ લેવા આવેલા એક વિદેશી પત્રકારે તેમને પૂછ્યુ હતુ કે તમારી કોઈ સંતાન નથી તેમછતાં તમે બાળકોને આટલો પ્રેમ કરો છો? પત્રકારની વાતો સાંભળીને કલામ સાહેબે સ્મિત કર્યુ અને ખૂબ શાલીનતાથી બોલ્યા કે ના તમે ખોટા છો મારા ત્રણ બાળકો છે.

પૃથ્વી, અગ્નિ અને બ્રહ્મોસ

પૃથ્વી, અગ્નિ અને બ્રહ્મોસ

કલામ સાહેબનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા પરંતુ તેમણે પોતાની સંપૂર્ણ વાત કહી તો સૌની આંખો ખુશી અને ગર્વથી છલકાઈ ઉઠી કારણકે કલામે કહ્યુ કે તમને ખબર નથી મારા ત્રણ પુત્રો છે જેમના નામ છે પૃથ્વી, અગ્નિ અને બ્રહ્મોસ.

બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા કલામ

બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા કલામ

15 ઓક્ટોબર 1931 ના રોજ રામેશ્વરમમાં જન્મેલા કલામે પોતાનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લીમાંથી કર્યો હતો. તેમને વર્ષ 2002 માં ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તે બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આને વિધિનું વિધાન જ કહો કે પોતાના છેલ્લા સમયમાં પણ તે બાળકો સાથે જ હતા. તમને જણાવી દઈએ કે 27 જુલાઈ, 2015 ના રોજ શિલોંગમાં તેમનું નિધન થયુ હતુ. તેઓ આઈઆઈએસમાં લેક્ચર આપવા ગયા હતા. આ દરિયાન તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તે પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુઆ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે HAL ને રાફેલ ડીલ ન આપવાનું કારણ જણાવ્યુ

English summary
World Know that Dr APJ Abdul Kalam was Not Married but he Said that he had Three sons, Prithvi, Agni and BrahMos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X