For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા બની રહી છે

ભારત વિશ્વની બીજી વિશાળ મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેની તૈયારી અંતિમ રાઉન્ડમાં છે.

|
Google Oneindia Gujarati News

ભારત વિશ્વની બીજી વિશાળ મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેની તૈયારી અંતિમ રાઉન્ડમાં છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પછી, રાજસ્થાનમાં બીજી એક વિશાળ મૂર્તિનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મૂર્તિ ભગવાન શિવની છે. મીડિયાના અહેવાલ અનુસાર, શિવજીની મૂર્તિનું બાંધકામ અંતિમ તબક્કામાં છે અને ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

Rajasthan

રાજસ્થાનના નાથદ્વારામાં ગણેશ ટેકરીમાં ભગવાન શિવની આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રતિમા 2,500 ટન શુદ્ધ સ્ટીલ સાથે બનાવવામાં આવી રહી છે. મિરાજ ગ્રુપ આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરી રહ્યું છે, તેમનુ કહેવું છે કે આ મૂર્તિ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શિવજીની મૂર્તિની લાક્ષણિકતાઓ

શિવજીની મૂર્તિ 351 ફુટની છે અને તે જોવા માટે 20 ફુટ, 110 ફુટ અને 270 ફુટની ગેલરી છે. શિવજીનો ખભો 260 ફુટનો છે, જ્યારે ત્રિશુલ 315 ફુટનું છે. આ મૂર્તિ (Statue of Belief) પૂર્ણ થયા પછી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા અને લેક્યુન સેટ્યકર પછી વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી મૂર્તિ હશે. દૈનિક ભાસ્કર અનુસાર, મૂર્તિનું નિર્માણ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મિરજ ગ્રૂપ, જે આ પ્રોજેક્ટ પર કામ કરે છે, તેમને તેમની વેબસાઈટ પર લખ્યું છે કે તેનું બાંધકામ 17 એપ્રિલ, 2013 ના રોજ શરૂ થયું હતું. ટ્વિટર પર શેર કરવામાં આવેલી તસ્વીરો પરથી જાણવા મળે છે કે મૂર્તિનો ચહેરો પહેલેથી જ લાલ રંગમાં રંગેલો છે, જ્યારે મૂર્તિના હાથ અને નીચલા અંગોનું પણ કામ શરૂ થઇ ગયું છે.

English summary
World largest Lord Shiva statue make at Ganesh Tekri in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X