
World No Tobacco Day: તમાકુથી દર વર્ષે જઈ રહ્યા છે 70 લાખ લોકોના જીવ
દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World Tobacco Day) મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાના હેતુથી લોકોને તમાકુના ખતરા વિશે સાવચેત કરવાનો છે. એક અનુમાન મુજબ દર વર્ષે 70 લાખ લોકોના મોતના કારણે તમાકુ બની રહી છે, પછી પણ આનુ સેવન ઝડપથી વધતુ જઈ રહ્યુ છે. દર વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ અલગ રાખવામાં આવે છે અને એના આધારે કાર્યક્રમ આયોજિત થાય છે.
વાસ્તવમાં 1987માં વિશ્વ આરોગ્ય સંગઠને તમાકુના નુકશાન પર ગંભીરતાથી અધ્યયન કર્યુ. પછી આના મૃત્યુદરને જોતા લોકોને જાગૃત કરવાની યોજના બનાવી. ત્યારબાદ 1988માં પહેલી વાર 7 એપ્રિલના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો. ત્યારબાદ દર વર્ષે 31 મેના રોજ મનાવવામાં આવવા લાગ્યો. વર્તમાનમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના દેશોમાં લૉકડાઉન છે. એવામાં આ વખતે ઑનલાઈન કાર્યક્રમોનુ જ આયોજન થશે. તમાકુથી કેન્સર અને ફેફસા સંબંધિત બિમારી થવી તો સામાન્ય છે પરંતુ તમાકુથી હાર્ટની ઉપર પણ ખરાબ પ્રભાવ પડે છે.
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ તમાકુમાં પાર્ટિક્લુયર મેટેરિયલ, નિકોટીન, નાઈટોસાયમિન, કાર્બનમોનોક્સાઈડ થાય છે. આમાં નાઈટ્રોસાયમિન તો ફેફસાના કેન્સરનુ કારણ બને છે. જ્યારે નાઈટ્રોસાયમિન હાર્ટની રક્તવાહિકાઓને બ્લૉક કરી દે છે. આનાથી ત્યાં પ્લાક જમા થઈ જાય છે અને લોકોને હાર્ટ સંબંધિત મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. એક સર્વે મુજબ તમાકુ ના લેનારની અપેક્ષા તમાકુનુ સેવન કરનાર લોકોમાં હાર્ટ સંબંધિત બિમારીઓનુ જોખમ 2 થી 4 ગણુ વધુ થાય છે.
દેશમાં 145 નવા જિલ્લા બની શકે છે હૉટ સ્પૉટ, પ્રવાસી શ્રમિકોના કારણે વધ્યા કેસ