For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કોરોના વાયરસથી પણ ભયાનક મહામારી ભવિષ્યમાં આવી શકે છે'

કોરોના અત્યાર સુધીની સૌથી ભયાનક બિમારી નથી, આનાથી પણ બદતર પડકારો આવનારા ભવિષ્યમાં રાહ જોઈ રહ્યા છે

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં લગભગ દોઢ લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 25 લાખથી વધુ લોકો આ વાયરસના સંક્રમણના શિકાર બની ચૂક્યા છે. આ વાયરસના કારણે ઘણા દેશમાં લૉકડાઉન છે અને લોકોમાં ડરનો માહોલ છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યુ છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ દુનિયા સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે. લોકો આશા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં આ વાયરસથી થોડી રાહત મળશે. પરંતુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાયરોલૉજિસ્ટ ડૉક્ટર ઈયાન લિપકિનનુ માનવુ છે કે આ અત્યાર સુધીની સૌથી ભયાનક બિમારી નથી, આનાથી પણ બદતર પડકારો આવનારા ભવિષ્યમાં રાહ જોઈ રહ્યા છે.

આવનારા સમયમાં આનાથી પણ વધુ બદતર સંકટ

આવનારા સમયમાં આનાથી પણ વધુ બદતર સંકટ

એક કાર્યક્રમ દરમિયાન બોલતા ડૉક્ટર લિપકિને કહ્યુ કે, ‘જે રીતે માનવીય ગતિવિધિમાં વધારો થયો છે તેણે આ રીતના આરોગ્ય સંકટના દરને વધારી દીધુ છે અને આ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. મને લાગે છે કે આપણે આ સંકટ બહુ જલ્દી જોઈ રહ્યા છે. આના મહત્વના કારણો જંગલો કાપવા, વસ્તીનુ વિસ્થાપન, આંતરરાષ્ટ્રીય વેપાર,યાત્રા, પર્યાવરણમાં ફેરફાર મહત્વના છે. જ્યારે સ્પેનિશ ફ્લૂ આવ્યો તો ત્યારબાદ ઘણી મહામારી જેવી કે એઈડ્ઝ, નિપાહ, ચિકનગુનિયા, સાર્સ-1 વગેરે સામે આવ્યા. મે આ રીતની કમસે કમ 15 મહામારી નજીકથી જોઈ છે.'

બદલવી પડશે જીવન જીવવાની રીત

બદલવી પડશે જીવન જીવવાની રીત

લોકોને સાવેચત કરતા ડૉક્ટર લિપકિને કહ્યુ કે હું એ વાત પર વિશ્વાસ નથી કરતો કે કોરોના વાયરસ અત્યાર સુધીનુ સૌથી મોટુ સંકટ છે. જો પર્યાવરણ પ્રત્યે આપણે આપણો અભિગમ નહિ બદલીઓ તો આપણે આનાથી પણ મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આપણે આ પ્રકારની સમસ્યાઓ વારંવાર જોઈશુ. પર્યાવરણના ફેરફારના કારણે લોકો અહીંથી ત્યાં જવા મજબૂર બને છે. આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ જેનાથી આ રીતની વૈશ્વિક બિમારી ઝડપથી ફેલાય છે. મોટી સંખ્યામાં લોકો એવા છે જેમને જમવામાં પ્રોટીન નથી મળતુ જેના કારણે તે જંગલી જાનવરો ખાય છે જેનાથી બિમારી થાય છે. અમીર લોકો ઘરમાં વિદેશી પાલતુ જાનવર રાખે છે જે માણસોને સંક્રમિત કરી શકે છે. લિપકિને કહ્યુ કે આ રીતના સંકટથી બચવા માટે આપણે જીવન જીવવાની રીત બદલવી પડશે.

દુનિયાભરમાં 1.7 લાખથી વધુ મોત

દુનિયાભરમાં 1.7 લાખથી વધુ મોત

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 25 લાખથી વધુ થઈ ચૂકી છે જ્યારે આ વાયરસથી અત્યાર સુધી 177688 લોકોના મોત થઈ ચૂક્યા છે. સારા સમાચાર એ છે કે 695335 લોકો જે કોરાના સંક્રમિત થયા હતા તે રિકવર થઈ ચૂક્યા છે. ભારતની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1383 કેસ સામે આવ્યા છે અને 50 લોકોના મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 19984 થઈ ગઈ છે. આમાં 15474 સક્રિય કેસ છે. 3870 લોકો રિકવર થઈ ગયા છે અથવા રજા આપી દેવામાં આવી છે અને કુલ મોત 640 થયા છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનના કારણે મહિલાઓમાં અનિયમિત પીરિયડ્ઝ અને ક્રેમ્પ્સની ફરિયાદઆ પણ વાંચોઃ લૉકડાઉનના કારણે મહિલાઓમાં અનિયમિત પીરિયડ્ઝ અને ક્રેમ્પ્સની ફરિયાદ

English summary
Worst than coronavirus pandemic might hit the world in future says ace virologist Ian Lipkin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X