
ચૂંટણી જીતવા માટે મોદી ફરી ખેલશે હિન્દુત્વ કાર્ડ?
નવી દિલ્હી, 2 માર્ચઃ ભાજપમાં પ્રબળ હિન્દુત્વવાદી છબી ધરાવનાર પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે અથવા તો ગુજરાતની કોઇ બેઠક પરથી, હજુ તે સ્પષ્ટ નથી, પરંતુ એવા તારણ કાઢવામાં આવી રહ્યાં છે કે પાર્ટી મોદીને વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, જેમાં તેમને એક તરફી જીત મળી શકે. આ ઉપરાંત એક અન્ય કારણ એ પણ છે કે પાર્ટી મોદીને એક એવા વ્યક્તિના રૂપમાં રજૂ કરી રહી છે, જે જનતાની પહેલી પસંદ છે. મોદીએ અત્યારસુધી દેશભરમાં રેલીઓ કરી એ તો જણાવી દીધું છેકે તેમની મજબૂત છબીવાળા નેતા અન્ય કોઇ નથી, સાથે જ ડેવલોપમેન્ટની બ્રાન્ડ પણ બની ગયા છે, અતઃ પાર્ટી પણ એ ઇચ્છે છે કે મોદીની છબીનો લાભ તેમને વધુમાં વધુ મળે.
રાજકીય વિશ્લેષકોનું ઝૂંડ એ પણ કહે છે કે મોદીએ પોતાની છબીને ઘણી સુધારી છે, અતઃ તેઓ વારાણસીથી લડાવવાથી ક્યાંકને ક્યાંક તેમની હિન્દુત્વવાદી છબી વધુ ઉભરશે, જેથી અન્ય બેઠકો પર સંભાવિત લઘુમતિ મત ભાજપથી દૂર થઇ શકે છે, પરંતુ મોટાભાગે એવી આશા રાખવામાં આવી રહી છે, મોદી વારાણસીથી જ ચૂંટણીમાં ઉતરશે.
ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે, જણાવવામાં આવી રહી છે કે, અરવિંદ કેજરીવાલ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાના મૂડમાં છે, અતઃ પાર્ટીને એ વાતનો પણ ખ્યાલ છે કે કેજરીવાલની લોકપ્રિયતા મોદીના મત બેન્કમાં અવરોધ ઉત્પન્ન ના કરી શકે. તેથી મોદી અને અન્ય મોટા નેતાઓની બેઠકનો નિર્ણય ભાજપ અંતિમ યાદીમાં કરશે.
Did you know: નરેન્દ્ર મોદી પોતાની કિશોરાવસ્થામાં પોતાના ભાઇ સાથે ચાની દૂકાન ચલાવતા હતા. સંઘના ફૂલ ટાઇમ પ્રચારક થયા ત્યાં સુધી મોદી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની કેન્ટિનમાં કામ કરતા હતા.