ભારત-ચીનની સીમા પરથી મળ્યો ગુમ થયેલ ફાઇટર જેટનો કાટમાળ

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે આસામના તેજપુરમાંથી ઇન્ડિયન એરફોર્સ(આઇએએફ)ના ફાઇટર જેટ સુખોઇ-30 એમકેઆઇનો કાટમાળ ભારત-ચીનની સીમા પાસેથી મળી આવ્યો હતો. જો કે, હજુ સુધી આ વિમાનમાં સવાર પાયલટનો કોઇ પત્તો મળ્યો નથી.

sukhoi 30

23 મેના રોજ ગુમ થયું હતું

સુખોઇ 23 મે, મંગળવારે તેજપુરના એર બેઝથી રૂટિન મિશન પર નીકળ્યું હતું. એ દિવસે સવારે આ ફાઇટર જેટ ભારત-ચીનની સીમાથી 172 કિમી દૂર અરુણાચલ પ્રદેશમાં લોકેટ કરવામાં આવ્યું હતું. સવારે લગભગ 11.10 કલાકે અરુણાચલ પ્રદેશના દૌસલાંગ વિસ્તારમાં વિમાનનો રેડિયો અને રડાર સંપર્ક તૂટી ગયો હતો. ભારતીય વાયુસેના અનુસાર, સી-130ને ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ પેલોડ સાથે, એક એડવાન્સ હેલિકોપ્ટર તથા ચેતક હેલિકોપ્ટરને આ ફાઇટર જેટની શોધના કામે લગાડવામાં આવ્યા હતા.

વર્ષ 1997થી સુખોઇ આઇએએફમાં છે અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં 7 વાર ક્રેશ થઇ ચૂક્યું છે. તેજપુર એરબેઝ પર 15 જૂન 2009ના રોજ સુખોઇ ડેપ્લૉય કરવામાં આવ્યા હતા. અરુણાચલ પ્રદેશને લાગીને આવેલ ભારત-ચીનની સીમાને ધ્યાનમાં રાખતાં આ ફાઇટર જેટનું ડેપ્લૉયમેન્ટ કરવામાં આવ્યું હતું.

English summary
Wreckage of missing IAF SU-30 jet found near Indo-China border.
Please Wait while comments are loading...