For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wrestler Protest: પહેલવાનોએ ખતમ કર્યા ધરણા પ્રદર્શન, તપાસ થવા સુધી WFIના કામોથી અળગા રહેશે બૃજભૂષણ

ભારતના મોટા પહેલવાનોએ સરકાર પાસેથી આશ્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાતે પોતાના ધરણા ખતમ કરી દીધા.

|
Google Oneindia Gujarati News

Wrestler Protest: દિલ્લીના જંતર-મંતર પર છેલ્લા બે દિવસોથી પ્રદર્શન કરી રહેલા ભારતના મોટા પહેલવાનોએ સરકાર પાસેથી આશ્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાતે પોતાના ધરણા ખતમ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)એ WFI પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના આરોપીની તપાસ માટે 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પર લાગેલા આરોપોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે. ગુરુવારે પછી શુક્રવારે પણ પહેલવાનો સાથે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની બેઠક થઈ, જે બાદ પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે.

anurag thakur

પહેલવાનોની ફરિયાદોના સમાધાનના પ્રથમ પગલાં રુપે બૃજભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદની જવાબદારીઓથી અલગ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે થયેલી ચર્ચાને લઈને મીડિયા સામે પોતાનુ નિવેદન આપીને કહ્યુ કે, 'અમે છેલ્લા 7 કલાકથી વાત કરી રહ્યા છે, ખેલાડીઓ પોતાની માંગ જણાવી છે. કુશ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ ઓવરસાઈટ સમિતિ દ્વારા તપાસ પૂરી થવા સુધી પદથી હટી જશે અને તે તપાસમાં સામેલ થશે. તપાસ પૂરી થવા સુધી ડબ્લ્યુએફઆઈની રોજે-રોજની ગતિવિધિઓ પર એક સમિતિ નજર રાખશે.'

મેરેથોન બેઠક બાદ અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યુ કે, 'એક તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના નામોની ઘોષણા શનિવારે કરવામાં આવશે. સમિતિ ચાર સપ્તાહમાં તપાસ પૂરી કરશે. તે ભારતીય કુશ્તી મહાસંઘ અને તેમના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ સામે ભ્રષ્ટાચાર અને યૌન ઉત્પીડનના બધા આરોપોની ગંભીરતાથી તપાસ કરશે. ત્યાં સુધી ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પોતાને દૈનિક કાર્યકલાપથી અલગ રાખશે અને તપાસમાં સહયોગ કરશે.'

અનુરાગ ઠાકુરના આ નિર્ણય પછી પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા. પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યુ કે, બધા ખેલાડીઓને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આશ્વાસન આપ્યુ છે. બધાને સમજાવ્યા પણ છે...અમે ખેલાડીઓ પોતાનુ આંદોલન બધુ કરી રહ્યા છે કારણકે અમને સરકારે આશ્વાસન આપ્યુ છે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. તમને જણાવી દઈએ કે આ ધરણામાં ભારતના લગભગ બધા મોટા પહેલવારો સહિત યુવા ખેલાડી હાજર હતા. તેમણે ભારતીય કુશ્તી મહાસંઘ અને તેમના અધ્યક્ષ સામે યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

English summary
Wrestlers' protest against WFI ends after 2nd round talks with sports minister Anurag Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X