For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wrestlers Protest : ખીલાડીઓની જાતીય સતામણી અંગે વડાપ્રધાન કેમ ચૂપ છે? કોંગ્રેસનો સવાલ

Wrestlers Protest : વિનેશ ફોગટનો રડતો ફોટો શેર કરતા કોંગ્રેસે લખ્યું હતું કે, વિનેશ ફોગટની આ તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલો. આ સવાલો સાથે, બધું જાણીને પણ વડાપ્રધાન મોદી કેમ મૌન રહ્યા?

|
Google Oneindia Gujarati News

Wrestlers Protest : વર્તમાન સમયમાં ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા રેસલરો પર જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશને મેડલ અપાવનારી ખેલાડીઓની જાતીય સતામણી થઇ રહી છે. આ અંગે વડાપ્રધાન મોદી આંખ આડા કાન કેમ કરી રહ્યા છે.

Wrestlers Protest

બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ખેલાડીઓના યૌન શોષણ અને માનસિક સતામણીનો ગંભીર આરોપ હોવા છતાં મોદી સરકારે હજૂ સુધી કોઈ પગલાં લીધા નથી, જેને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે, આ મામલે મોદી સરકારે અત્યાર સુધી શું પગલાં લીધાં છે?

ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયા અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ખેલાડીઓના યૌન શોષણ અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત્રાએ જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ અને તેના પરિવારે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી હતી, તેમ છતાં રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, અમે જાણવા માંગીએ છીએ કે, આ ગંભીર ફરિયાદ મળ્યા બાદ પણ આપણા દેશના વડાપ્રધાન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ છે, દેશ માટે ગોલ્ડ મેડલ અને અન્ય મેડલ જીતનાર ખેલાડીઓનું યૌન શોષણ થઈ રહ્યું છે અને મોદી સરકાર આંખ આડા કાન કરી રહી છે. વિનેશ ફોગાટ અને તેના પરિવારે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી હતી, અમે જાણવા માંગીએ છીએ કે તેમણે શું કાર્યવાહી કરી.

આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. ક્રિષ્ના પુનિયા અને બોક્સર વિજેન્દર પણ હાજર હતા. વિજેન્દર જણાવ્યું હતું કે, WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ છે. વડાપ્રધાન મોદી જેને દીકરી કહે છે તે દીકરીએ આ આરોપ લગાવ્યો છે. આજે તેમની એ જ દીકરી કહી રહી છે કે, આ દેશમાં દીકરી ન જન્મવી જોઈએ. આનાથી વધુ પીડાદાયક શું હોઈ શકે?

English summary
Wrestlers Protest : Why is the Prime Minister silent on the sexual harassment of wrestlers? Congress question
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X