Wrestlers Protest : પહેલવાનોનો હુંકાર - ગંગામાં પધરાવી દેશું તમામ મેડલ, હવે નવા સ્થળે કરશે ધરણા

Wrestlers Protest : રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની સામે જાતીય સતામણીને આરોપનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે કુસ્તીબાજોએ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેઓ જીતેલા તમામ મેડલ ગંગા નદીમાં ફેંકી દેશે.

Wrestlers Protest

કુસ્તીબાજોએ જાહેરાત કરી છે કે, અમે આજે સાંજે 6 કલાકે હરિદ્વારમાં ગંગા નદીમાં અમારા મેડલ ફેંકીશું. ગંગા માતા છે, આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, તેટલી પવિત્રતાથી અમે આ મેડલ સખત મહેનત કરીને મેળવ્યા હતા.

29 મેના રોજ જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. લગભગ 109 કુસ્તીબાજો અને તેમના સમર્થકોને પોલીસે કસ્ટડીમાં લઈને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા અને મોડી સાંજે તેમને મુક્ત કર્યા હતા. આ સિવાય દરેકને સૂચના આપવામાં આવી હતી કે, તેઓ ફરીથી જંતર-મંતર પર વિરોધ નહીં કરે.

ડીસીપી અને દિલ્હી પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમન નલવાએ જણાવ્યું હતું કે, 28 મેના વિરોધને લઈને કુસ્તીબાજો સાથે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કંઈપણ સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. તેથી તેને કસ્ટડીમાં લેવી પડ્યા હતા. જો તેઓ અન્ય જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગે તો પરવાનગી મળી શકે છે, પરંતુ હવે તેમને જંતર-મંતર પર બેસવા દેવામાં આવશે નહીં.

અત્રે નોંધપાત્ર વાત એ છે કે, સાત મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને કુસ્તીબાજો તેમની સામે કાર્યવાહીની માંગ સાથે ધરણા પર બેઠા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X