Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પહેલવાનો લડી લેવાના મૂડમાં, 28 મેંના રોજ નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત યોજી વિરોધ નોંધાવશે

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહની દાદાગીરી અને નરેન્દ્ર મોદી સરકારના મૌન સામે દેશનો કાયદો લાચાર હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. દેશમાં હવે ન્યાય માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા રેસલરોને પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હવે રેસલરોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

લાંબા સમયથી ન્યાય માટે જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલનાનોની વાત સાંભળનારૂ સરકારમાં કોઈ નથી ત્યારે હવે પહેલવાનોએ નવા સંસદ ભવન સામે પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

Wrestlers

રેસલરોએ ​​ફરી એક વખત બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. આ માર્ચમાં ખાપના પ્રતિનિધિ, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કેન્ડલ માર્ચમાં હાજર હતા.

કેન્ડલ માર્ચ બાદ મહિલા રેસલરોએ લડી લેવાનો હુંકાર ભરતા 28 મેના રોજ નવી સંસદની સામે મહિલા મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે.

આ મુદ્દે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે, અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી અમારી બહેન-દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ઘણા લોકો આ આંદોલનને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે જ સમર્થન આપતા રહો.

બીજી તરફ વિનેશ ફોગાટે કહ્યું કે, અમારા વડીલોએ નક્કી કર્યું છે કે 28 મેના રોજ નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત યોજાશે. આ મહાપંચાયતનું નેતૃત્વ માત્ર મહિલાઓ કરશે પરંતુ યુવાનો પણ અમારી સાથે હશે. વિનેશ ફોગાટે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.

અહીં રેસલર સાક્ષી મલિકે પણ લોકોને અપીલ કરી અને કહ્યું કે, આ દેશની દીકરીઓની લડાઈ છે જેમાં તમારે બધાએ અમારો સાથ આપવાનો છે. જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે, પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X