For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સાઉદી અરબ નથી માનતુ જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો, લગાવ્યો ખોટો નક્શો

સાગિયાના કાર્યક્રમ દરમિયાન ભારતનો એક એવો નક્શો લાગ્યો હતો જેમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ભારતના વલણ સાથે અસંમતિ દર્શાવતુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન બુધવારે ભારત આવ્યા હતા. અહીં તેમણે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને સાંજે તે સાઉદી અરેબિયન જનરલ ઈનવેસ્ટમેન્ટ ઑથોરિટી (સાગિયા) તરફથી આયોજિત એક કાર્યક્રમમાં શામેલ થયા. આ કાર્યક્રમ સાથે હવે વિવાદ જોડાતો જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન ભારતનો એક એવો નક્શો લાગ્યો હતો જેમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ભારતના વલણ સાથે અસંમતિ દર્શાવતુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

પ્રવાસ સાથે જ વિવાદ

પ્રવાસ સાથે જ વિવાદ

સાઈદી-ઈન્ડિયા ફોરમનું આયોજન સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પહેલા પ્રવાસ હેઠળ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સાગિયાએ સાઉદી સેન્ટર ફોર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (એસસીઆઈએસપી) અને સીઆઈઆઈ સાથે મળીને આયોજિત કર્યુ હતુ. કાર્યક્રમમાં ભારતનો ખોટો નક્શો લગાવવામાં આવ્યો હતો અને આમાં જમ્મુ કાશ્મીર રાજ્યને ખોટી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. ઝંડો પેનલ ડિસ્કશનની પાછળ લગાવાયો હતો. આ કાર્યક્રમમાં સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલિહ, સાઉદીના કૉમર્સ મિનિસ્ટર માજિદ અલ કસાબી અને નીતિ પંચના વાઈસ ચેરમેન રાજીવ કુમાર હાજર હતા.

એકબીજાને દોષી ગણાવી રહ્યા છે અધિકારી

એકબીજાને દોષી ગણાવી રહ્યા છે અધિકારી

જ્યારે આ ભૂલ વિશે માલુમ પડ્યુ તો અધિકારી કાર્યક્રમનું આયોજન કરનાર ખાનગી કંપનીઓને દોષ દેવા લાગ્યા. સીઆઈઆઈના પ્રવકતાએ આ વિવાદ પર કહ્યુ, ‘આ કાર્યક્રમને સાગિયા અને સીઆઈઆઈએ મળીને આયોજિત કર્યો હતો પરંતુ ઈવેન્ટથી પહેલાનો એજન્ડા અને આની જાણકારી સાગિયા તરફથી મોકલવામાં આવી હતી.' નીતિ પંચના એક અધિકારીએ પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યુ કે પંચને માત્ર પેનલ ડિસ્કશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તે આ કાર્યક્રમનો હિસ્સો નહોતા.

100 બિલિયન ડૉલરનું રોકાણ

100 બિલિયન ડૉલરનું રોકાણ

ભારતના પ્રવાસ પર આવેલા સાઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ પોતાના દેશની જેલોમાં બંધ 850 ભારતીય કેદીઓને મુક્ત કરવાનું એલાન કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ સાથે પ્રિંસ મોહમ્મદ બિન સલમાને ભારતીય હજ યાત્રીઓનો કોટા પણ વધારી દીધો છે. હવે આ કોટા બે લાખ યાત્રીનો હશે. આ સાથે સાઉદી અરબે ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 100 અબજ ડૉલરના રોકાણની યોજના બનાવી છે.

પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ક્રાઉન પ્રિંસ

પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ક્રાઉન પ્રિંસ

સાઉદી પ્રિંસનો આ પ્રવાસ એવા સમયે થયો હતો જ્યારે ભારત, પુલવામા આતંકી હુમલામાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યુ હતુ. ક્રાઉન પ્રિંસ જેમને એમબીએસના નામથી ઓળખવામાં આવે છે તે પાકિસ્તાનનો પ્રવાસ કર્યા બાદ ભારત આવ્યા હતા. વર્ષ 2017માં એમબીએસ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ બન્યા હતા. પાકિસ્તાન અને ભારત વચ્ચે એમબીએસ ચીન પહોંચ્યા છે. સાઉદી અરબે પાકિસ્તાનને 20 બિલિયન ડૉલરની મોટી આર્થિક મદદ પૂરી પાડી છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પર FIR ફાઈલ, જાણો સમગ્ર મામલોઆ પણ વાંચોઃ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પર FIR ફાઈલ, જાણો સમગ્ર મામલો

English summary
Wrong map of India at an event organised by Saudi Arabian authorities depicted wrong borders of Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X