For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

XLRI: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ ભેટ, દિલ્હી-એનસીઆર કેમ્પસમાં વિશેષ સેંટર સ્થાપિત

XLRI: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ ભેટ, દિલ્હી-એનસીઆર કેમ્પસમાં વિશેષ સેંટર સ્થાપિત

|
Google Oneindia Gujarati News

ઝારખંડના જમશેદપુર સ્થિત દેશના પ્રતિષ્ઠિત જેવિયર સ્કૂલ ઑફ મેનેજમેન્ટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વધુ એક કીર્તિમાન બનાવ્યો છે. જેણે પોતાના દિલ્હી-એનસીઆર કેમ્પસમાં એક જેન્ડર ઈક્વલિટી અને ઈંક્લૂસિવ લીડરશિપ સેંટર સ્થાપિત કર્યું છે. એક્સએલઆરઆઈનો આ કેંપસ ગુરુગ્રામથી 45 મિનિટની ડ્રાઈવ પર ઝજ્જરમાં આવેલ છે. આ સેંટરનો લક્ષ્ય ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે જુડાવ મજબૂત કરવાનો છે, જેનાથી આર્થિક ગતિવિધિઓમાં જેંર ઈનઈક્વલિટી ખતમ કરી શકાય અને મહિલાઓને પણ લીડરશિપની સમાન ભૂમિકા માટે તૈયાર કરી શકાય.

XLRI

એક્સએલઆરઆઈએ હંમેશાથી રાષ્ટ્રમાં મહિલા સશક્તિકરણની દિશામાં પ્રયાસ કર્યા છે અને તેની જેંડર ઈક્વલિટી અને ઈંક્લૂસિવ લીડરશિપ સેંટર, મહિલાઓને આર્થિક રૂપે ફાયદાકારક ગતિવિધિઓથી જોડવા માટે બહુ સાર્થક પહેલ માનવામાં આવી શકે છે. આના દ્વારા દેશનું આ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાન આર્થિક ગતિવિધિઓમાં મહિલાઓની બરાબર બાગીદારી સુનિશ્ચિત કરી સમાજમાં શ્રેષ્ઠ સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તથ્ય એ પણ છે કે આ એક એવી સંસ્થા છે જે નૈતિક, સ્થિરતા અને સામાજિક ઉદ્યમિતા જેવા મુદ્દા પર ત્યારથી કામ કરી રહી છે જ્યારે તેને ખાસ મહત્વ નહોતું આપી શકાતું.

આ સેંટર દ્વારા સંસ્થાન ભારતીય મહિલાઓની દરરોજની જિંદગીમાં બદલાવ લાવવા માટે પોતાના પ્રોફેશનમાં સફળતા હાંસલ કરી ચૂકેલા તેના પૂર્વ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ જગતના લોકોને સાથે લાવશે, જે એક્સએલઆરઆઈ સાથે મળી તેના માટે હરેક શક્ય પહેલ કરશે. આ સેંટરની આગેવાની એક્સએલઆરઆઈમાં ઓર્ગેનાઈઝેશનલ બિહેવિયરની આસિસ્ટેન્ટ પ્રોફેસર શ્રેયષી ચક્રવર્તી કરશે. તેમણે જણાવ્યું કે વર્લ્ડ ઈકોનોમિક ફોર્મે સપ્ટેમ્બર 2020માં જે 14મી જેંડર પૈરિટી રિપોર્ટ જાહેર કર્યો હતો, તમાં ભારતની રેંકિંગ બહુ જ દયનીય એટલે કે 112મી હતી. કોવિડ 19 મહામારીએ લૈંગિક અસમાનતાના પડકારોને પણ આગળ વધાર્યા છે. માટે મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે તેમની આર્થિક ગતિવિધિઓ બહુ વધુ પ્રોત્સાહિત કરવાની જરૂરત છે. જ્યારે જેવિયર સ્કૂલ ઑફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ફાધર પી ક્રિસ્ટી એસજેએ કહ્યું કે, અમારો લક્ષ્ય આગામી 5થી 10 વર્ષમાં વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી રણનીતિ અને વ્યાપક પહેલ દ્વારા મહત્વપૂર્ણ રીતે વધવું છે. જેંડર ઈક્વાલિટી અને ઈંક્લૂસિવ લીડરશિપ સેંટરની સ્થાપના તે દિશામાં પહેલું પગલું છે.

જણાવી દઈએ કે ઝજ્જરમાં એક્સએલઆરઆઈનું દિલ્હી-એનસીઆર ગ્રીન કેમ્પસ 37 એકરમાં ફેલાયેલું છે, જ્યાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાજર છે. જ્યારે ઈસ્પાત નગર જમશેદપુરમાં આવેલ જેવિયર સ્કૂલ ઑફ મેનેજમેન્ટ દેશનું એક પ્રમુખ અને ખાનગી મેનેજમેન્ટ સંસ્થાન છે. તેની સ્થાપના 1949માં થઈ હતી. પાછલા સાત દશકામાં આ મેનેજમેન્ટ સંસ્થાને બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દુનિયાભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.

English summary
XLRI sets up a Centre for Gender Equality and Inclusive Leadership at Delhi-NCR Campus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X