For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે ‘Yaas’?

Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે ‘Yaas’?

|
Google Oneindia Gujarati News

વાવાઝોડું તૌકતેએ તાંડવ મચાવ્યો હતો, હજી પણ રાજસ્થાન તરફ કહેર મચાવી રહ્યો છે. જેણે ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવામાં ભારે તારાજી સર્જી હતી. એટલામાં બીજું એક વાવાઝોડું ત્રાટકવા માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે 23-24 મે આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર દબાણ વિકસિત થતું જોવા મળી રહ્યું છે, જે વાવાઝોડાંમાં તબદીલ થઈ શકે છે. આ દબાણ પર હવામાન વિભાગની નજર બનેલી છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે હાલ બધી પરિસ્થિતિઓ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતને અનુકૂળ છે અને તે કારણે ત વાાવઝોડાં આવી રહ્યાં છે.

બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે દબાણ

બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે દબાણ

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી ઉપર સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ છે અને સતત જળવાયુ પરિવર્તન અને સમુદ્રના વધતા તાપના કારણે આવા પ્રકારના વાવાઝોડાં આવી રહ્યાં છે. આ વાવાઝોડાનું નામ 'યાસ' છે, જેનું નામકરણ ઓમાને કર્યું છે.

રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા

રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા

અત્યંત ગંભીર ચક્રવાત તૌકતેનું વલણ હવે રાજસ્થાન તરફ થઈ ગયું છે. સોમવારે ગુજરાતામં ભારે તબાહી મચાવી હતી જ્યારે અગાઉ તેણે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં તારાજી સર્જી હતી. ભારતીય હવામાન ખાતાએ પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આ વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા છે, આ કારણે રાજ્યના 8 જિલ્લા એલર્ટ પર છે.

Cyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટCyclone Tauktae Effect: ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટ

19-20 મેએ મોસમ બગડશે

19-20 મેએ મોસમ બગડશે

તૌકતેને પગલે 19-20 મેના રોજ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ છે. નાગૌર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

English summary
low pressure on bay of Bengal will convert in cyclone yaas on 23rd may
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X