For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2021: આ ફૂડે ઈન્ટરનેટ પર મચાવ્યો જોરદાર તહેલકો, ગૂગલ પર સૌથી વધુ થયા સર્ચ

સર્ચ એન્જિન ગૂગલે પોતાનો વાર્ષિક 'યર ઈન સર્ચ' રિપોર્ટ જાહેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સર્ચ એન્જિન ગૂગલે પોતાનો વાર્ષિક 'યર ઈન સર્ચ' રિપોર્ટ જાહેર કર્યો છે. ગૂગલે પોતાના આ રિપોર્ટમાં લોકો દ્વારા શોધવામાં આવેલ શબ્દો, નામો, ખાવાની વસ્તુઓ સહિત ઘણા પ્રકારના ટ્રેંડિંગ ટૉપિક્સ જાહેર કર્યા છે. આના દ્વારા વર્ષની સૌથી મોટી ઘટનાઓ પર નજર જાય છે. જમવા મામલે પણ ગૂગલ પર અમુક રસપ્રદ ટ્રેડિંગ જોવા મળ્યુ છે. યર ઈન સર્ચ રિપોર્ટમાં મોટા ટ્રેંડિંગ યાદીઓમાં, અમે ઑફબીટ અને વાયરલ ડિશ જેવા ફેટા પાસ્તા સહિત ઘણી ડિશ સર્ચમાં રહી. આ યાદી એ સર્ચ વર્ડ પર આધારિત છે જેમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ વૃદ્ધિ થઈ છે.

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ આ ફૂડ

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ આ ફૂડ

ગયા વર્ષે ડાલગોના કૉફી અને બનાના બ્રેડ જેવી રેસિપી ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. આ વર્ષે આ આરામદાયક અને સરળ વ્યંજનોને અમુક રસપ્રદ અને અનોખા વ્યંજનો દ્વારા રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે. દુનિયાભારમાં 2021માં ગૂગલ પર સૌથી વધુ શોધાયેલુ ફૂટ બિરિયા ટાકોસ છે. ઈંડોનેશિયાઈ ફ્રાઈડ રાઈસ, નસી ગોરેંગ યાદીમાં બીજા સ્થાને છે. સાધારણ ફેટા પાસ્તા ત્રીજા સ્થાને રહ્યુ. 2021ની ગૂગલ સર્ચમાં બેક્ડ ઓટ્સ, પોટેટો સૂપ અને ઓવરનાઈટ ઓટ્સ જેવી કંફર્મિટંગ રેસિપી પણ મોટા દસ વ્યંજનોમાં શામેલ હતી. રસપ્રદ વાત એ છે કે ત્રણ જાપાની વ્યંજન પણ વિશ્વ સ્તરે ટૉપ 10 ટ્રેંડિંગ રેસિપીમાં શામેલ થયા છે. આમાં શોગાયાકી, તેરિયાકી અંબરજેક અને ટોનજિરુ ડિશ શામેલ છે.

2021માં ગૂગલ પર ટૉપ 10 ટ્રેંડિંગ લિસ્ટ

2021માં ગૂગલ પર ટૉપ 10 ટ્રેંડિંગ લિસ્ટ

મેક્સિકન બિરિયા ટાકોસઃ મીઠી, ખાટી, નમકીન, થોડી મસાલેદારનુ યોગ્ય મિશ્રણ છે. આને સ્ટ્રૂમાં નાખીને સોનેરી થવા સુધી ડીપ ફ્રાય કરવામાં આવે છે.

નસી ગોંરેગઃ આ એક ઈન્ડોનેશિયન ફ્રાઈડ રાઈસ છે. જેને મીઠા સૉસ અને તેરાસી સાથે બનાવવામાં આવે છે. આ ઈંડોનેશિયામાં એક સામાન્ય ભોજન છે.

ફેટા પાસ્તાઃ આ એક ઈટાલિયન ડિશ છે. ટામેટા, ઓલિવ ઓઈલ અને ફેટા ચીઝ સાથે આ પાસ્તા બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સિમ્પલ ડિશ છે. જે યુરોપમાં લોકોના સામાન્ય ભોજનમાં શામેલ હોય છે.

આ ભોજન પણ નથી રહ્યા પાછળ

આ ભોજન પણ નથી રહ્યા પાછળ

શોગાયાકીઃ શોગાયાકી જાપાનમાં સૌથી વધુ લોકપ્રિય પોર્ક વ્યંજનોમાંનુ એક છે. આ ડિશમાં પોર્કને આદુમાં મેરિનેટ કરવામાં આવે છે. આને સોયા સૉસ, મિરિન, ખાતિર, આદુ, ડુંગળી અને લસણ સાથે પંદર મિનિટથી પણ ઓછા સમયમાં પેનમાં બનાવવામાં આવે છે.

પોટેટો સૂપઃ આખી દુનિયામાં ખૂબ મઝાથી ખવાથી ડિશ છે. પોટેટો સૂપ એક કૉન્ટિનેન્ટલ રેસિપી છે. બટાકા, દૂધ અને મેંદાથી તૈયાર આ સૂપ વિટામિન સી અને બી6થી ભરપૂર છે. ડિનર પહેલા સ્ટાર્ટર તરીકે તેને તમે લઈ શકો છો. ઠંડીમાં આ એક શ્રેષ્ઠ રેસિપી છે.

બેક્ડ ઓટ્સઃ બેક્ડ ઓટ્સ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ ડિશમાં ઓટ્સ દૂધ, ચૉકલેટ, પીનટ બટર સાથે મળીને ઓવનમાં બનાવાતી ડિશ છે.

ઓવરનાઈટ ઓટ્સઃ જ્યારે ઝટપટ નાસ્તો બનાવવાની વાત આવે ત્યારે ઓવરનાઈટ ઓટ્સ દુનિયાભરના ભોજનના શોખીનોની યાદીમાં સૌથી ઉપર છે.

English summary
Year Ender 2021: Top searched foods trended 2021 year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X