For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022 : 2022ની આ ઘટનાઓ વર્ષો સુધી યાદ રખાશે

2022નું વર્ષ પુરૂ થવામાં છે ત્યારે વર્ષની મોટી ઘટનાઓ પર નજર કરવામાં આવી રહી છે. આ વર્ષે ચૂંટણીઓ સાથે સાથે કોંગ્રેસ પણ ચર્ચામાં રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

2022નું વર્ષ પુરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે જઈ રહેલા વર્ષની મોટી ઘટનાઓની વાત થઈ રહી છે. આ વર્ષે ઘણી મોટી ઘટનાઓ સામે આવી છે. જેની ચર્ચા વર્ષો સુધી થતી રહેશે.

વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ

વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ

2022ના વર્ષની શરૂઆત જ એક દુખદ ઘટના સાથે થઈ હતી. વર્ષના પહેલા દિવસે જ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતા ઘણા લોકોના મોત થયા હતા.

સાત રાજ્યોની ચૂંટણી

સાત રાજ્યોની ચૂંટણી

આ વર્ષ વિધાનસભા ચૂંટણીઓનું વર્ષ રહ્યું. પહેલા ફેબ્રુઆરીમાં 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાલચ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ.

શ્રદ્ધા હત્યાકાંડ

શ્રદ્ધા હત્યાકાંડ

આ વર્ષે સૌથી ચકચારી ઘટનાઓમાં શ્રદ્ધા હત્યાકાંડ સૌથી ચર્ચિત ઘટના રહી છે. તેના જ બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા દ્વારા શ્રદ્ધાની હત્યા કરીને લાશના 35 ટુકડા કરીને ફેંકી દીધા હતા. હવે આ ઘટનાને લઈને આરોપી પોલીસની ગિરફ્તમાં છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

કોંગ્રેસમાં ઘણા વર્ષો પછી ગાંધી પરિવાર બહારની વ્યક્તિ અધ્યક્ષ બની. મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ઘટના પણ આ વર્ષે ખુબ જ ચર્ચામાં રહી.

ભારત જોડો યાત્રા

ભારત જોડો યાત્રા

આ વર્ષે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સતત ચર્ચા થઈ રહી છે. કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા 100થી વધુ દિવસનો પ્રવાસ કરીને રાજસ્થાન પહોંચી છે અને કાશ્મીર જઈ રહી છે.

English summary
Year Ender 2022: These events of 2022 will be remembered for years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X