Year Ender 2024 : આ વર્ષે ઘણા મોટા નેતાઓએ દુનિયાને અલવિદા કહ્યું, જુઓ લિસ્ટ
Year Ender 2024 : ભારતના પુર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 92 વર્ષે દુનિયાને અલવિદા કહ્યું છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે.
જણાવી દઈએ કે, આ વર્ષે મનમોહન સિંહ સિવાય ઘણા મોટા નેતાઓએ દુનિયાને અલવિદા કહ્યું છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

ઓપી ચૌટાલા - હાલમાં 20 ડિસેમ્બરે હરિયાણાના પૂર્વ સીએમ ઓપી ચૌટાલાનું નિધન થયું છે. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ પાંચ વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે.
બાબા સિદ્દીકી - મહારાષ્ટ્રમાં NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી.
સીતારામ યેચુરી - ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું આ વર્ષે 12 સપ્ટેમ્બરે નિધન થયું. તેઓ 2005 થી 2017 સુધી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. યેચુરી હંમેશા ડાબેરી નીતિઓની હિમાયત કરતા રહ્યાં.
સુશીલ કુમાર મોદી - બિહારના રાજકારણમાં એક મોટું નામ સુશીલ કુમાર મોદીનું આ વર્ષે 13 મે 2024ના રોજ અવસાન થયું. સુશીલ કુમાર મોદી 2005 થી 2013 અને 2017 થી 2020 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી હતા.
નટવર સિંહ - કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા નટવર સિંહનું 10 ઓગસ્ટે નિધન થયું. નટવર સિંહ 2004 થી 2005 દરમિયાન મનમોહન સિંહની યુપીએ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી છે.
એસએમ કૃષ્ણા - કર્ણાટકના પૂર્વ સીએમ એસએમ કૃષ્ણાનું 10 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. તેમની ઉંમર 92 વર્ષની હતી. તેઓ કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. કર્ણાટકના પૂર્વ સીએમ કૃષ્ણાએ બેંગલુરુને આઈટી હબ બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
પ્રભાત ઝા - મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પ્રભાત ઝાનું 26 જુલાઈના રોજ અવસાન થયું. તેમણે લાંબા સમય સુધી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કર્યું.
ઈશ્વર પ્રસન્ના હજારિકા - કોંગ્રેસ નેતા અને આસામના તેજપુરથી પૂર્વ સાંસદ ઈશ્વર પ્રસન્ના હજારિકાનું આ વર્ષે 13 મેના રોજ અવસાન થયું.












Click it and Unblock the Notifications
