YEIDA: આત્મનિર્ભર અભિયાનને આગળ વધારશે યોગી સરકાર, ટૉય પ્રોડ્ક્ટ્સનુ પાવરહાઉસ બનશે નોઈડા

Yamuna Expressway Industrial Development Authority: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવામાં વ્યસ્ત છે. દેશમાં આશરે રૂ. 12,000 કરોડનું રમકડાનું બજાર મુખ્યત્વે આયાત પર નિર્ભર છે, પરંતુ નોઈડામાં ટૉય પાર્કની રચના બાદ દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધશે અને આ ક્ષેત્રમાં ચીનની ઈજારાશાહી તોડવાની દિશામાં પગલાં ભરશે.
રમકડાં ઉત્પાદનનુ પાવર હાઉસ બનશે નોઈડા
ઈડાના અધિકારીઓનો દાવો છે કે યોગી સરકાર દ્વારા આ બિઝનેસમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે. આ પગલાથી યોગી આદિત્યનાથની સરકાર આ રમકડાના ઉત્પાદનમાં ચીનના એકાધિકારને ખતમ કરવા માંગે છે. અધિકારીઓનો દાવો છે કે નોઈડામાં લગભગ એક હજાર કરોડના ખર્ચે એક પાર્ક બનાવવામાં આવશે, જેનું નામ ટૉય પાર્ક હશે અને તે ખાસ કરીને રમકડાંનું ઉત્પાદન કરશે.
નોઈડાના ટૉય પાર્કમાં 70 કંપનીઓ રોકાણ કરવા ઈચ્છુક
અધિકારીઓનું કહેવું છે કે 2010માં જ ઈડાએ નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પાસે 100 એકર જમીન પર ટૉય પાર્ક બનાવવાની કવાયત શરૂ કરી હતી. પરંતુ કેટલાક કારણોસર તેના પર કામ શરૂ થઈ શક્યું ન હતું પરંતુ હવે આ યોજનાને પુનઃજીવિત કરી તેને પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઈડા અને યુપી સરકારે આ યોજનાને પુનઃજીવિત કરવાનો નિર્ણય લીધો છે કારણ કે યુપીમાં મોટા પાયે આવતા લગભગ 70 રમકડા ઉત્પાદકોએ આ વ્યવસાયમાં રોકાણ કરવાની તેમની ઈચ્છા દર્શાવી છે.
શું કહે છે ઈડાના સીઈઓ
આ સ્કીમ વિશે વાત કરતા યમુના ઑથોરિટીના CEO અરુણવીર સિંહ કહે છે કે PM મોદીએ દેશમાં રમકડાના બિઝનેસને આગળ લઈ જવા માટે આહવાન કર્યુ ત્યારથી યુપી સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. અમે ટૉય એસોસિએશન ઑફ ઈન્ડિયાનો પણ સંપર્ક કર્યો. તેઓ મોટા પાયે અહીં આવવા ઇચ્છુક છે અને ઘણી કંપનીઓ અહીં પહેલેથી જ પોતાનો બિઝનેસ કરી રહી છે. અમે તેમને 136 પ્લોટ ફાળવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોએ તેમની રજિસ્ટ્રી કરાવી લીધી છે અને તેઓ આ મહિનાના અંત સુધીમાં તેમનું કામ શરૂ કરશે.
ચીનનો એકાધિકાર ખતમ કરવાની દિશામાં મોટુ પગલુ
ટૉય એસોસિએશને યુપી સરકારની આ પહેલને આવકારી છે. એસોસિએશનનું કહેવું છે કે ટૉય પાર્ક ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. એસોસિએશનના કન્વીનર એન કે ગુપ્તાના જણાવ્યા અનુસાર, દેશમાં રમકડાનો બિઝનેસ વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનો છે. આમાંનો મોટાભાગનો સામાન ચીનમાંથી સપ્લાય કરવામાં આવે છે. સસ્તા હોવાને કારણે તેમની માંગ વધારે છે. ટૉય પાર્કથી આ વ્યવસાયને નવી તેજી મળશે અને આ બજારની ધારણા બદલાશે અને લોકોને વાજબી દરે રમકડા સરળતાથી ઉપલબ્ધ થશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
