વૉટ્સએપ દ્વારા જનતા સાથે સંવાદ કરનાર દેશના પહેલા મુખ્યમંત્રી બન્યા યોગી, જાણો ઉદ્દેશ્ય
ઉત્તર પ્રદેશના 25 કરોડ નાગરિકોને પોતાનો પરિવાર માનનાર યોગી આદિત્યનાથે સામાન્ય નાગરિકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે નવી પહેલ કરી છે. રાજ્યના નાગરિકો હવે વોટ્સએપના માધ્યમથી સીધા મુખ્યમંત્રી ઑફિસ સાથે સંવાદ કરી શખશે. સામાન્ય નાગરિકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે વોટ્સએપ ચેનલના ઉપયોગની આ અનોખી પહેલ કરનાર યોગી આદિત્યનાથ દેશના પહેલા મુખ્યમંત્રી બની ગયા છે.

સીએમ યોગીના નિર્દેશ પર લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે ચીફ મિનિસ્ટર ઑફ ઉત્તર પ્રદેશના નામે એક વોટ્સએપ ચેનલની શરૂઆત કરવામાં આવી છે. આ ચેનલ સાથે જોડાનાર લોકો સરળતાથી પોતાની વાત મુખ્યમંત્રી ઑફિસ સમક્ષ રાખી શકશે. સોશિયલ મીડિયા પર સીએમ ઑફિસ ઉત્તર પ્રદેશ સરકારના હેન્ડલથી આ પહેલની જાણકારી આપવામાં આવી છે.
સીએમ ઑફિસના સત્તાવાર હેન્ડલ તરફથી લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી માટે ઉત્તર પ્રદેશના 25 કરોડ નાગરિક 'એક પરિવાર' છે.
મુખ્યમંત્રીના કુશળ નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકાર 'પરિવાર'ના દરેક સભ્યની ખુશી અને સમૃદ્ધિ હેતુ પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. સંવાદને લોકતંત્રની આત્મા માનનાર મુખ્યમંત્રીના ઉત્તર પ્રદેશ પરિવારના પ્રત્યેક સભ્ય સાથે સહજ સંવાદ માટે રાજ્ય સરકાર દ્વારા સંચારના સશક્ત અને સરળ માધ્યમ વોટ્સએપનો ઉપયોગ કરતાં સીએમ ઑફિસ ઉત્તર પ્રદેશના નામે સત્તાવાર વોટ્સએપ ચેનલ શરૂ કરવામમાં આવી છે.












Click it and Unblock the Notifications
