હાર પછી રામનવમી પર ગોરખપુર આવ્યા સીએમ યોગી

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ હાર પછી રામનવમી પર ગોરખપુર આવ્યા. અહીં તેમને મંદિરમાં પૂજા અર્ચના કરી. તેમને કન્યા પૂજન શરૂ કર્યું અને કન્યાઓને ભોજન પણ કરાવ્યું. તેમને બધાને રામનવમી ની શુભેચ્છા આપી. ભગવાન શ્રી રામે ધર્મના પગલે જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. પુરષોત્તમ તરીકે તેમનું જીવન અમને બલિદાન, ફરજોના પાલન માટે બધાને શીખવે છે.

yogi adityanath

આ પહેલા યોગી આદિત્યનાથ ઘ્વારા બલરામપુર સ્થિત તુલસીપુરમાં 51 શક્તિપીઠો માં એક પાટેશ્વરી શક્તિપીઠ માં દુર્ગા માતાની પૂજા કરી. અહીં મોટી સંખ્યામાં પુજારીઓ હાજર હતા. તેમની હાજરીમાં તેમને પૂજા અર્ચના કરી. આપણે જણાવી દઈએ કે માતા પાટેશ્વરી દેવી મંદિરમાં 18 માર્ચ થી એક મહિના સુધી મેળો ચાલે છે. આ મંદિર ગોરખપુર નાથ સંપ્રદાય અખાડાનું મઠ છે. યોગી આદિત્યનાથ પોતે તેના મઠાધીશ છે.

આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર થી દિલ્હી માટે સ્પાઇસજેટ બોઇંગ વિમાનનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી તેઓ લખનવ માટે રવાના થઇ ગયા. મુખ્યમંત્રી ની યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાશન ઘ્વારા તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા અધિકારી વિજેન્દ્ર પાંડિયન અને એસએસપી સલભ માથુર જોડાયેલા હતા. બંને ઘ્વારા મંદિરની પૂરતી ચકાસણી કરવામાં આવી હતી.

English summary
Yogi Adityanath celebrates ram navami at gorakhpur prays virgo wishes nation

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.