For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજરંગબલીને દલિત કહેવા પર ભડક્યો બ્રાહ્મણ સમાજ, 3 દિવસમાં માફી માંગવાનું અલ્ટીમેટમ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે ભગવાના બજરંગબલીને દલિત ગણાવ્યા હતા ત્યારબાદ ઘણા હિંદુ સંગઠનોને આદિત્યનાથનું આ નિવેદન પચી નથી રહ્યુ.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે ભગવાના બજરંગબલીને દલિત ગણાવ્યા હતા ત્યારબાદ ઘણા હિંદુ સંગઠનોને આદિત્યનાથનું આ નિવેદન પચી નથી રહ્યુ. રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ સમાજે યોગી આદિત્યનાથ સામે નોટિસ મોકલી છે. આ નોટિસમાં યોગી આદિત્યનાથને માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે. મહત્વની વાત એ છે કે યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત કહ્યા હતા અને કહ્યુ હતુ કે જે રામભક્ત છે તે ભાજપને મત આપશે જ્યારે રાવણ ભક્ત કોંગ્રેસને મત આપશે.

આ પણ વાંચોઃ G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાનાઆ પણ વાંચોઃ G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાના

yogi adityanath

સર્વ બ્રાહ્મણ સમાજનું કહેવુ છે કે બજરંગબલી ના તો દલિત હતા, ના વંચિત અને ના લોકદેવતા. યોગી આદિત્યનાથે પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઈએ. સમાજના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ પોતાના વકીલ દ્વારા યોગી આદિત્યનાથને નોટિસ મોકલી છે અને તેમને માંગવા માટે કહ્યુ છે. એટલુ જ નહિ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જો યોગી આદિત્યનાથ પોતાના નિવેદન માટે ત્રણ દિવસની અંદર માફી નહિ માંગે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, 'ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે જે હવે સ્વય વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સમગ્ર ભારતીય સમાજને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધાને જોડવાનું કામ બજરંગબલી કરે છે. એટલા માટે બજરગબલીનો સંકલ્પ હોવો જોઈએ.' યોગીએ કહ્યુ કે રામના જે ભક્ત છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે. જે રાવણના ભક્ત છે તે જ કોંગ્રેસને મત આપે છે. વળી, તેમણે કહ્યુ કે રામ રાજ્ય જોઈએ તો ભાજપને જ મત આપો.

English summary
Yogi Adityanth gets notice to apologize for his statement calling Bajrang BAli a dalit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X