For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી સરકારે લીધો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર મળશે 1 લાખની સબસિડી

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સ

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની યોગી સરકારે હવે વધતા જતા વાહન પ્રદુષણને અટકાવવા મહત્વનુ પગલ ભર્યુ છે. યોગી સરકારે લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ભલામણ કરી છે. યોગી સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સબસિડી પણ ઓફર કરી છે. હવે યુપીમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1 લાખ રૂપિયા સબસિડી મળશે. યોગી સરકારનુ માનવુ છેકે આ સબસિડી યોજના અંતર્ગત 10 લોખથી વધુ લોકોને રોજગારી મળશે તથા સરકારે 30 હજાર કરોડ રૂપિયાના ઇનવેસ્ટમેન્ટનુ ટાર્ગેટ રાખ્યુ છે.

Yogi Adityanath

નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અનુસાર રાજ્યમાં ખરીદાતા ઈલેક્ટ્રિક વાહનોની ફેક્ટરી કિંમત પર 15 ટકા સબસિડી આપવામાં આવશે. જેમાં પ્રથમ 2 લાખ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ વાહન રૂ. 5 હજાર સુધીની સબસિડી, પ્રથમ 50,000 થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે મહત્તમ રૂ. 12,000 સુધી, પ્રથમ 25,000 ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. 1 લાખ સુધીની સબસિડી. આપવામાં આવશે. તે જ સમયે, રાજ્યમાં ખરીદેલી પ્રથમ 400 બસો પર પ્રતિ ઈ-બસ રૂ. 20 લાખ સુધીની સબસિડી આપવામાં આવશે.

એક સત્તાવાર નિવેદનમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને અન્ય સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનાવવાનો છે. સરકારે કહ્યું કે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો ઉદ્દેશ્ય રૂ. 30,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો અને 10 લાખથી વધુ લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) પેદા કરવાનો છે.

English summary
Yogi government implemented new electric vehicle policy, will get subsidy up to 1 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X