For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 8 કલાકને બદલે ઑફિસમાં 9 કલાક કામ કરવું પડી શકે, સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો

હવે 8 કલાકને બદલે ઑફિસમાં 9 કલાક કામ કરવું પડી શકે, સરકારે ડ્રાફ્ટ તૈયાર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઑફિસના કામકાજના સમયમાં કેન્દ્ર સરકાર વધારો કરી શકે છે. જણાવી દઈએ કે સરકારે વેજ કોડ ડ્રાફ્ટ રૂલ્સ રજૂ કર્યો છે જેમાં ઑફિસમાં કામકાજનો સમય 8 કલાકથી વધારી 9 કલાક કરવાનો પ્રસ્તાવ છે. જો કે, સરકારે નેશનલ મિનિમમ વેજ પર ચુપ્પી સાધી છે અને ડ્રાફ્ટમાં તેનો ઉલ્લેખ પણ નથી કર્યો. આ ડ્રાફ્ટમાં સરકારે સૌથી જૂના સૂચનો રાખ્યાં છે અને ભૌગોલિક આધાર પર વેતનને ભવિષ્યમાં ત્રણ ભાગમાં વહેંચવાની વાત કહી છે.

office

ડ્રાફ્ટ રૂલ્સ મુજબ કામકાજના કલાકમાં 8 કલાકથી વધારી 9 કલાક કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આને લઈ અસ્પષ્ટતા પણ છે કેમ કે ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે માસિક રીતે પ્રતિદિન કામકાજના 8 કલાકોની ગણતરી 26 દિવસોના આધારે કરવામાં આવશે, એટલે કે જૂના આધાર પર જ તેની ગણતરી કરવામાં આવશે. જ્યારે સરકાર તરફતી નેશનલ મિનિમમ વેજ પર લેબર કોડ ઑન વેજેજની જેમ ડ્રાફ્ટ રૂલ ઑન વેજેજને લઈને પણ ચુપ્પી સાધવામાં આવી છે

શ્રમ મંત્રાલયે સંબંધિત તમામ પક્ષોને આ ડ્રાફ્ટ પર એક મહિનામાં સૂચનો આપવા કહ્યું છે. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં એક એક્સપર્ટ કમિટી મિનિમમ વેજ નક્કી કરવાની સરકારને ભલામણ કરશે. આ વર્ષે જાન્યુઆરીમાં એક આંતરિક પેનલે કેન્દ્રીય શ્રમ મંત્રાલયને મોકલેલ એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રીય ન્યૂનતમ વેતન 37 રૂપિયા પ્રતિદિન હોવું જોઈએ.

શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં રેકોર્ડતોડ તેજી, 12 હજાર પાસે પહોંચ્યો નિફ્ટીશેર બજારમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં રેકોર્ડતોડ તેજી, 12 હજાર પાસે પહોંચ્યો નિફ્ટી

English summary
your 8 hour job may become 9 hour job if this draft passes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X